गुजरात

વાંસદા તાલુકાના ભાજપા ચૂંટણી ઇન્ચાર્જ મહેશ ગામીતે સભામાં સરકારી યોજનાઓ ની માહિતી આપી લોકોને પ્રેરિત કર્યા

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

ચઢાવ ખાતે ઉનાઈ જિલ્લા પંચાયતનાં મતદારોની સાથે બેઠક યોજાઇ હતી. ઉનાઈ જિલ્લા પંચાયતની સાથે ઉનાઈ કુરેલિયા ભીનાર અને સિણધઇ તાલુકા પંચાયત સીટમાં ભાજપ ને બહુમતી મળે તે માટે બેઠક રાખવામાં આવી હતી અને આ બેઠકમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ એ હાજરી આપી હતી સભાના અતિથિ વિશેષ અશોકભાઈ ધોરાજીયા એ વાંસદા તાલુકામાં ભાજપનો કેસરિયો લહેરાય એ માટે લોકોને મતદાનના દિવસે વોટ આપવા તથા ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું. વાંસદા તાલુકાના ભાજપા ચૂંટણી ઇન્ચાર્જ એવા મહેશભાઈ ગામીતે સભામાં સરકારી યોજનાઓ ની માહિતી આપી લોકોને પ્રેરિત કર્યા હતા અને સૌનો સાથ સૌનો વિકાસ ને આ ભાજપ સરકાર સાથે કદમ થી કદમ મિલાવી આવનારા દિવસોમાં વાસદા તાલુકામાં ભાજપનો ભગવો લહેરાય એ માટે આહવાન કર્યું હતું. અંતે નવસારી જિલ્લાના મહામંત્રી એવા ભગુભાઈ પટેલે ભારત માતાકી જયના નારા સાથે સભાને વિરામ આપ્યો હતો

Related Articles

Back to top button