गुजरात

સુરત: મર્સીડીઝ કાર બની બેકાબુ! સિટીલાઈટથી ભટાર ચાર રસ્તા સુધીમાં 5ને અટફેટે લીધા, એકનું મોત, 3 ગંભીર

સુરત : સુરતના ભટાર ચાર રસ્તા પાસે ગતરોજ એટલે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગાડી ચાલકે 5 જણાને અડફટે લીધા હતા. જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું, જયારે મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. મર્સિડીઝ મૂકી ભાગેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે. કારનો ચાલક તેના શેઠને એરપોર્ટ લેવા નીકળ્યો હતો. તે સમયે અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

સુરતના ભટારથી સિટી લાઈટ જવાના રોડ પર મોડી સાંજે એકે લક્ઝુરિયસ મર્સીડીઝ કાર અચાનક બેકાબુ બની હતી. કારે જોત જોતામાં એક બે અહીં પાંચ લોકોને પોતાની અડફેટે લીધા હતા. જોકે, આ કારે પહેલા ઉધના મગદલ્લા રોડ પર દંપતીને ઉડાવ્યા, જેના કારણે ટોળા ભેગા થતા ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો એટલામાં અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી, જેથી કારના ચાલકે મર્સિડીઝ કારની આગળ ઊભા રહી બોલાચાલી કરતા તેના ઉપરથી કાર ચઢાવી દેતા ચાલક ઉછળીને બોનેટ પર પડયો હતો.

Related Articles

Back to top button