गुजरात

અમદાવાદ : ‘પગાર નહી આપું, બહેનને ઉઠાવી જઇશ,’ કહી બોસના ભાઇએ અનેકવાર આચર્યું દુષ્કર્મ

અમદાવાદ : શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી એક કંપનીની ઓફિસના માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતીને જોબ પર બોલાવતી અને બાદમાં માલિકનો નાનો ભાઈ યુવતી પર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ શહેરના ઇસનપુર પોલીસસ્ટેશન માં નોંધાઈ છે. નોકરી અને પગાર ન મળવાના ડરથી યુવતી આરોપીના તાબે થતી હતી. પણ બાદમાં આ ત્રાસ વધુ સહન ન થતા યુવતીએ આ અંગે કંપનીના માલિક તેના ભાઈ અને બહેન સહિતના મળતીયા ઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે યુવકે બળાત્કાર ગુજાર્યો તેને પગલે યુવતી ગર્ભવતી પણ થઈ હતી. આરોપીઓએ અનેક દિવસ સુધી યુવતીને બારેજા સ્થિત તેઓના મકાનમાં ગોંધી રાખી બાદમાં ઘરે મૂકી ગયા હતા.

મૂળ હરિયાણાની 19 વર્ષીય યુવતી તેના માતા-પિતા, બહેન અને ભાઈ સાથે નારોલમાં રહે છે. યુવતી પહેલા નારોલ ખાતેના એક કારખાનામાં નોકરી કરતી હતી. બાદમાં તે નોકરી તેણે છોડી દીધી હતી. ત્યારબાદ તેની ફ્રેન્ડ થકી તે ઈસનપુર ચાર રસ્તા પાસે અમીન કોમ્પ્લેક્ષમાં આવેલી ટી.વી.એસ ટ્રેલર નામની કંપનીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. વર્ષ 2019ના જૂન માસમાં યુવતીએ કંપનીની ઓફિસમાં માલિક સન્ની ઉપ્પલને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેનો પગાર મહિનાનો રૂ. 8 હજાર નક્કી કરાયો હતો અને શનિ રવીની રજા પણ નક્કી થઈ હતી. કંપનીમાં સન્ની ઉપ્પલની બહેન રિયા અને ભાઈ સુમિત પણ આવતા હતા. નોકરી દરમિયાન સુમિત સાથે ધરોબો અને વાતચીત થતાં તે ધીરે-ધીરે યુવતી જોડે છેડછાડ કરવા લાવ્યો હતો. પરંતુ માલિકનો ભાઈ હોવાથી યુવતી તે બાબતને નજરઅંદાજ કરતી હતી. યુવતીને રિયા પણ કહેતી કે, સુમિત કહે તેમ તારે કરવાનું, હું તને બોલાવું ત્યારે તારે આવી જવાનું.

બાદમાં વર્ષ 2019ના ઓગસ્ટ માસમાં યુવતી ફોન કરી રિયાએ ઓફિસ બોલાવી અને પોતે નીકળી ગઈ હતી. યુવતી ઓફિસ પહોંચી ત્યારે સુમિતે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતુ. બાદમાં ધમકી આપી કે, આ વાત કોઈને કરી તો ભાઈ સન્નીને કહી તારો પગાર અટકાવી દઈશ. રજાના દિવસે પણ ફરી આવું જ રિયાએ કર્યું અને ફરી સુમિતે યુવતી પર ઓફિસમાં બળાત્કાર કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close