गुजरात

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાનો આજથી અમલ શરૂ, છ મહિનામાં કેસનો નિકાલ, ઓછામાં ઓછી 10 વર્ષની કેદ

સીએમ વિજય રુપાણી એક મહત્વની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક પહેલા સીએમ વિજય રુપાણી જમીન ઉચાપત કાયદાને  લઇને મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજથી રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાનો અમલ શરૂ થશે. આ કેસનો છ મહિનામાં નિકાલ કરવામાં આવશે અને ઓછામાં ઓછી 10 વર્ષની કેદ થશે.

આજથી લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી શરૂ

આ અંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, મને જણાવતા આનંદ થાય છે કે, ગુજરાતમાં પહેલી વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી આજથી (16 December) શરૂ કરીએ છીએ. આ કાયદામાં કોઇપણ વ્યક્તિ એની મિલકતમાં કોઇ ગેરકાયદેસર ઘુસી જતા હોય કે બારોબાર દસ્તાવેજ કરી દેતા હોય એ માટેની અસરકારકતા માટે એક વ્યવસ્થા બનાવવામાં આવી છે.

ફરિયાદ વ્યાજબી છે નહીં 21 દિવસમાં નક્કી થશે

સીએમ રૂપાણીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ આ ફરિયાદ કલેક્ટરને દસ્તાવેજો સાથે લેખિતમાં કરી શકે છે. જે માટે સાત અધિકારીઓની કમિટિ બનાવવામાં આવી છે .આ કાયદામાં જોગવાઇ એ છે કે, દર 15 દિવસમાં આની રિવ્યૂ મિટિંગ થશે. રેવન્યૂ, પોલીસના કાયદાઓની ચકાસણી કરવામાં આવશે. જો આ ફરિયાદ ગેરવ્યાજબી હશે તો કાઢી નાંખવામાં આવશે અને વ્યાજબી હશે તો આગળ ચલાવવામાં આવશે. દર પંદર દિવસે મિટિંગ થશે અને 21 દિવસમાં આ કમિટિએ નિર્ણય લેવાનો રહેશે કે આ ફરિયાદ વ્યાજબી છે કે નહીં.

Related Articles

Back to top button