खास रिपोर्ट

વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ કરવાના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ પ્રતીક ધારણા કરશે.

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

બીલીમોરા ઉનાઈ વઘઇ આહવા ડાંગ જેવા આદિવાસી વિસ્તારને જોડતી નેરોગેજ ટ્રેન ને આજથી.૧૦૦, વર્ષ પૂર્વે ગાયકવાડ સરકારે નેરોગેજ લાઇનની શરૂઆત કરી હતી.જેમાં આદિવાસી વિસ્તારના લોકો શહેરી વિસ્તાર સાથે જોડય માટે આ નેરોગેજ ટ્રેનને સયાજીરાવના સમયથી ચાલુ કરવામાં આવેલ સ્ટીમ એન્જીનથી ચાલતી આ બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન ને રેલવે તંત્ર દ્વારા બંધ કરવાનો કમભાગી નિર્ણય લેવાતા આદિવાસી વિસ્તારમાં દુખની લાગણી પ્રવર્તી છે.સાથે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત અને આક્રોશની લાગણી ઉત્પન્ન થતાં ની સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરવાની માંગણી પ્રવર્તી છે.જે નેરોગેજ ટ્રેનને કારણે ગામો ધમધમતા હતા.આવા ગામોના આગેવાનીમાં આંદોલન કરવાનો મૂડ બનાવ્યો છે. કેમકે આદિવાસી વિસ્તારના લોકો માટે આશિર્વાદ સમાન આ ટ્રેનમાં નજીવું ભાડું વસુલવામાં આવે છે.બીલીમોરાથી વઘઇ દિવસમાં બે વાર દોડાવવામાં આવે છે. બીલીમોરાથી નીકળી ગણદેવી, ચીખલી,ધોળીકુવા, અનાવલ, ઉનાઇ, કેવડીરોડ, કાળાઆંબા, ડુંગરડા થઇ વઘઇ પહોંચે છે. વઘઇ પહોંચતા ટ્રેન ત્રણેક કલાકનો સમય લે છે. સાથે વઘઇ .ઉનાઈ અનાવલ. ધોળીકુવા રાનકુવા. ચીખલી. ગણદેવી. જેવા ગામોના બજાર વેપાર ધંધા માત્ર ને માત્ર આજ નેરોગેજ ટ્રેન પર નિર્ભર હતા.

આદિવાસીઓની જીવાદોરી સમાન વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ કરવાના વિરોધમાં ૧૫-૧૨-૨૦૨૦ ના રોજ ધરણા પ્રદર્શન ઉનાઈ રેલવે સ્ટેશને રાખવામાં આવશે આવનારા સમયમાં રાનકુવા. ચીખલી અને વઘઈમાં પણ પ્રતીક ધરણા કરવામાં આવશે,

વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલ

આજે જ્યારે આ ટ્રેનને જીવંત રાખવા આ ગામોના વેપારીઓ અને માધ્યમવર્ગીય નોકરિયાતો અને આદિવાસી ખેડૂતોની જરૂર છે. ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની માં પ્રતીક ધરણા પ્રદર્શન કરવાની શરૂઆત ઉનાઈ ગામેથી કરવામાં આવશે આવતી તા. ૧૫-૧૨-૨૦૨૦ના મંગળવાર ના દિવસે ઉનાઈ રેલવે સ્ટેશન પર ૧૦.૩૦ વાગે ભેગા થઈને ૧૧.થી.૨ વાગ્યા સુધીના પ્રતીક ધરણા કરવામાં આવશે અને આવનારા દિવસોમાં રાનકુવા. ચીખલી. વઘઇ જેવા ગામોમાં પણ પ્રતીક ધારણા કરવામાં આવશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Close