गुजरात

મહેસાણા : કડીમાં જૈફ ડૉક્ટર પટેલનાં પત્નીની હત્યા, ઘરમાંથી 5 લાખ રૂપિયાની લૂંટ

મહેસાણા : મહેસાણાના કડીમાં લુંટ વિથ મર્ડરની ચોકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં ધોળા દિવસે જયારે તબિબ પોતાના દવાખાને જાય છે. તેવા સમયે તેમની વૃદ્ધ પત્નીની ઘરમાં એકલતાનો લાભ લઈને કોઈ અજાણ્યા ઇસમે તેની હત્યા કરીને રૂ.5 લાખની લુંટ કરી ફરાર થઇ ગયો છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાએ મહેસાણા પોલીસને પણ દોડતી કરી દીધી છે.

મહેસાણાના કડીમાં ધોળે દિવસે લુંટ વિથ મર્ડરની ઘટનાએ મહેસાણા પોલીસને દોડતી કરી દીધી છે. કારણ કે, જે જગ્યાએ આ ઘટના બની હતી તે મકાન કડીના પોષ વિસ્તારમાં રોડ ટચ કે જ્યાં લોકોની અવર જવર રહેતી હોય તેવા વિસ્તારની છે.

સમગ્ર ઘટના જોઈએ તો, કડીમાં તબીબની પ્રેક્ટીસ કરતા જયંતીભાઈ પટેલ અને તેમની પત્ની ચંપાબેન કડીની સરદાર પટેલ સોસાયટીમાં રહે છે. તેમના ત્રણ દીકરા અમદાવાદ અને મુંબઈમાં રહે છે.

Related Articles

Back to top button