गुजरात

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનીની ભીતિ

અમદાવાદ : ગુજરાતમાં આગામી 10થી 12મી દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 10મી ડિસેમ્બરથી જ રાજ્યના અનેક ઠેકાણે વાતવારણમાં પલટો આવ્યો હતો જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના અમદાવાદા, રાજકોટ, સુરત ગ્રામ્યમાં વરસાદ પડ્યો છે તો ગઈકાલે સાંજથી પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, અરવલ્લીના વાતાવરણમાં પલટો આવતા આજે વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related Articles

Back to top button