गुजरात

ભારત બંધની પૂર્વ રાત્રીએ રાજકોટમાં ટાયર સળગાવી વિરોધ કર્યો, કૉંગ્રેસના કાર્યકર્તાની ધરપકડ

મંગળવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં સોમવારની મોડી રાત્રે ભારત બંધના સમર્થનમાં સામાકાંઠા વિસ્તારમાં ટાયરો સળગાવ્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પેડક રોડ પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શિત કરવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ગણતરીના જ કલાકોમાં બી ડિવિઝન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના જે તે સમયના સૌથી નજીકના માણસ તુષાર નંદાણાની ધરપકડ કરી છે. બી ડિવિઝન પોલીસ મથકમાં આઈ.પી.સી.કલમ 285, 269, 188, 336, 120b તથા પ્રોહિબિશન ની કલમ 65E, 85(1)-(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો સાથોસાથ તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

ત્યારે હાલ મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલા રણછોડદાસ બાપુના આશ્રમ પાસે પણ ટાયર સળગાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તોફાની તત્વો કોણ હતા તેની શોધખોળ પણ હાથ ધરી છે.

આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે, જે કોઈપણ વ્યક્તિ રાજકોટ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તેના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે.

Related Articles

Back to top button