राष्ट्रीय

FIFA વર્લ્ડકપમાં રમવા માટે ઈરાનની ટીમ અમેરિકા આવશે | Iran team to come to America to play in FIFA World Cup



ઈરાની ખેલાડીઓ અને સ્ટાફને મેચના દિવસે જ અમેરિકામાં એન્ટ્રી મળશે : મેચ પૂરી થતાં તે જ દિવસે ઈરાન પાછા જવા નીકળવું પડશે

નવીદિલ્હી: ફીફા વર્લ્ડ કપ 2026ના પ્રારંભ પહેલાં જ અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલી હવે રમતનાં મેદાન સુધી પહોંચી છે. અમેરિકાએ ઈરાનની નેશનલ ફૂટબોલ ટીમને વીઝા તો આપ્યા જ છે. પરંતુ તે ટીમ અને તેની સાથે જનારાં બેક-સ્ટોર્મ-સ્ટાફ તથા મેનેજમેન્ટની એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દીધો છે. પ્રતિબંધ સંપૂર્ણ નથી પરંતુ ઘણી મોટી સંખ્યા કપાઈ ગઈ છે. ઈરાને, અમેરિકાના આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે, અને રમત-ગમતનાં ક્ષેત્રમાં પણ રાજકારણના પ્રવેશ સામે વાંધો ઊઠાવ્યો છે.

ઉલ્લેખનીય તો તે છે કે વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલી જ વાર તેવું બન્યું છે કે જ્યારે કોઈ યજમાન દેશ તેવા દેશની ટીમનું સ્વાગત કરતો હોય કે જેની સાથે તેને યુદ્ધ ચાલી રહ્યું હોય.

અમેરિકાના અધિકારીઓને પણ તે વાતની પુષ્ટિ કરી છે કે લોંસ-એન્જલસમાં ૧૫મી જૂને યોજાનારી મેચના ૧૦ દિવસ પહેલાં તમામ ખેલાડીઓ અને જરૂરી સ્ટાફને વીઝા આપવામાં આવ્યા છે. જો કે તે સાથે અમેરિકાએ સખ્ત શબ્દોમાં કહી દીધું છે કે આ વ્યવસ્થાનો ફાયદો ઊઠાવી ખોટાં બહાનાં નીચે આતંકવાદીઓને અમેરિકામાં ઘૂસવાની મંજૂરી આપી શકાય નહીં.

ઈરાને આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ જાણી જોઈને ટીમના તે મહત્ત્વના સભ્યોને રોક્યા છે કે જેમના વીના કામ ચલાવવું મુશ્કેલ છે. તૂર્કી સ્થિત ઈરાની દૂતાવાસનું કહેવું છે કે અમેરિકાએ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટીવ સ્ટાફ અને ટેકનીકલ સલાહકારોના મોટા ભાગને વીઝા આપવાનો ઈનકાર કર્યો છે. તે પૂરેપૂરો ભેદભાવ પૂર્ણ અને રાજકારણ પ્રેરિત નિર્ણય છે. ઈરાની મિડીયા જણાવે છે કે વિઝા ન અપાયેલાઓનાં ઈરાન ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ, તેમના ડેપ્યુટી, તથા મિડીયા ડાયરેક્ટર સહિત આશરે ૧૫ લોકોને વિઝા નથી અપાયા તેમ છતાં ઈરાની ટીમ શનિવારે તૂર્કીમાંના પોતાના ટ્રેડિંગ બેઝથી મેક્સિકો જવા રવાના થઈ છે. જ્યાં વર્લ્ડકપ દરમિયાન મુખ્ય બેઝ હશે આશરે ૨૦ કલાકની સફર પછી ટીમ રવિવારે સવારે મેક્સિકો પહોંચશે તેમ માને છે. મેક્સિકો સ્થિત ઈરાનના રાજદૂતે આશ્ચર્યજનક માહિતી આપતા કહ્યું હતું ેક વિઝાની શર્તો પ્રમાણે ઈરાની ટીમ અને સ્ટાફને મેચના દિવસે જ એન્ટ્રી મળશે. મેચ પૂરી થતાં તે જ દિવસે ઈરાન પાછા ફરવું પડશે એટલે કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેઓ અમેરિકામાં રોકાઈ નહીં શકે.



Source link

Related Articles

Back to top button