गुजरात

સુરત : મેરેજ એનિવર્સરીએ જ આપઘાત કરનાર PSIને અંતિમ વિદાય, પરિવારની આંખેથી ‘દરિયો’ વહ્યો

સુરત : સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતામહિલા પીએસઆઇ અમિતા જોશીએ ગતરોજ પોતાના સરકારી કવોટરમાં સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો જોકે ઘટના બાદ પરિવાર સાથે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું જોકે આજે આ મહિલા પીએસઆઇ ને અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં પોલીસ સહિત પરિવારજનો જોડાયા હતા. અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપી હતી.

મૂળ ભાવનગર ની વાતની અને 2013 ના બેચમાં અમરોલીમાં પોલીસ કર્મચારી સમયે પરીક્ષા આપી પીએસઆઇ બનેલી મહીયાળ પીએસઆઇ અનિતા જોશી સુરત માં પોસ્ટીગ બાદ સુરત પોલીસ કંટ્રોલ રમ બાદ સુરત ના ઉધના પોલીસ મથકમાં ઇન્વે વિભાગમાં ફરજ બજાવતી હતી જોકે ગતરોજ પોતાના સરકારી કવોટર્સમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો.

અમિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસને મળેલી ડાયરીમાં પોતે જીવવું અઘરું છે.મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખી જીવન ટૂંકાવ્યું હતું.ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલાએના ફાલસાવાડી સ્થિત 103 નંબરના ફ્લેટે પહોંચી એફએસએલની મદદથી તપાસ શરુ કરી હતી.

Related Articles

Back to top button