गुजरात

સુરત : પતિ પત્ની પાસે કરાવતો હતો દેહવેપાર, મહિલાએ છૂટાછેડા માંગતા ખેલ્યો ખૂની ખેલ

પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ કિસ્સાની વિગતો જાણીને કોઈ પણ વ્યક્તિને આરોપી સામે ધૃણા ઉત્પ્ન થઈ શકે છે. કારણ કે જે પત્ની સાથે પતિએ સાત જન્મ સાથે જીવવા-મરવાના કોલ લીધા હતા તેને જ દેહવેપારમાં ધકેલી દેતા ખળભળાટ મચી ગયોછે. આ બનાવ સુરત નજીક આવેલ સાયણ ગામ (Surat) ખાતે રહેતા એક યુવાને રૂપિયાની લાલાચમાં પોતાની પત્ની ને દેહ વ્યાપારમાં ધકેલી નાખી હતી જોકે આ બાદ પણ પત્નીને ત્રાસ આપતા પત્ની એ પતિ થી છુટા પડવાનું નક્કી કર્યુ હતું અને એક મિત્ર સાથે પતિ ને મળવા ગઈ હતી જ્યાં પત્નીએ પતિને છૂટાછેડા (Divorced Paper) આપવા માટે કાગળો પર સહી કરવાનું કહેતા પતિ ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્ની સાથે આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો

બનાવની વિગત એવી છે કે સુરતના સાયણ ખાતે રહેતા પતિએ રૂપિયા માટે પત્નીને દેહ વેપારના કાળા ધંધામાં ધકેલી નાંખી હતી. પોતાના પાપી પતિના ત્રાસથી કંટાળેલી પત્ની અલગ રહેતા તેની સાથે છૂટાછેડા લેવાના કાગળો બનાવી તેના પર સહી લેવા માટે એક પરિચીત સાથે આવી હતી. દરમિયાન આ પતિએ પોતાની પત્નીને થોભાવી કાગળો લેવા પત્નીના પરિચીતને એકલો લઈ જવાનું કહેતાં પત્નીને દાળમાં કાળું લાગ્યું હતું. જોકે, પત્નીએ આ વાતનો ઇન્કાર કરતા પતિએ ખેલ્યો હતો ખૂની ખેલ

Related Articles

Back to top button