गुजरात

નવસારી જીલ્લા ભાજપ દ્વારા વાંસદા ખાતે બુથ પેજ સમિતિ ની સમીક્ષા બેઠક નું આયોજન કરાયુ

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી

નવસારી જીલ્લા ભાજપ જીલ્લા પ્રમુખ મા.શ્રી ભુરાભાઇ શાહ ના વાંસદા મંડળ પ્રવાસ દરમ્યાન APMC વાંસદા ખાતે પ્રદેશ પ્રમુખ મા.શ્રી. સીઆર પાટીલ સાહેબ ના દરેક બુથ જીતવાના અભિયાન અંતર્ગત દરેક બુથ ની પેજ સમિતિ બનાવવા તેમજ આવનાર જીલ્લા તાલુકા પંચાયતની ચુટણી જીતવા માટે ની સમીક્ષા બેઠક નું આયોજન થયું હતું, જેમાં જીલ્લા મહામંત્રીશ્રીઓ ભગુભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ તેમજ જીજ્ઞેશભાઇ નાયક અને જી.પં.કારોબારી અધ્યક્ષ મનિષભાઇ પટેલ, સં.ઉપપ્રમુખ વિરલભાઇ વ્યાસ, સં.મંત્રી મુકેશભાઇ પટેલ, વાંસદા મંડળ પ્રમુખ મણીલાલ પટેલ, મહામંત્રી રસીક ટાંક, તેમજ જીલ્લા તાલુકાના વિવિધ અગ્રણીઓ મહેશભાઇ ગામીત, શિવેન્દ્રસિંહ સાોલંકી, ચિંટુભાઇ ભિસરા, કમલ સોલંકી, યશપાલસિહ, પ્રદુકાકા, ભીખુભાઇ વિગેરે તેમજ પત્રકારો સહ APMC પ્રમુખ ગણપતસિહ ચૌહાણે પણ ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત હોદ્દેદારો નું સંસ્થા વતી ભવ્ય સન્માન કરેલ જ્યા મા.ભુરાભાઇ શાહ સાહેબે સૌ અગ્રણી કર્યકતાઓને એકજુટ થઇ સંગઠન ના કાર્યમાં પુરજોશ પુર્વક લાગી જઇ આવનારી ચુટણી મા તાલુકા પંચાયત ની તમામ ૨૮ સીટ સહ જીલ્લા ની બધી ૭ સીટ જીતવા પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું જેને ઉપસ્થિત તમામે એકસુરે વધાવી લીધું હતું, આ મિટીંગ નું સુંદર આયોજન સો્શ્યલ ડીસ્ટંસીંગ તેમજ કોવિડ નિયમો નું પાલન કરી વાંસદા મંડળે સફળતા પુર્વક પૂર્ણ કરેલ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close