गुजरात

કૉંગ્રેસનાં ‘ચાણક્ય’ ગણાતા અહેમદ પટેલ ગુજરાતનાં પીરામણ ગામના હતા વતની

રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું આજે 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે નિધન થયું છે. તેમનો જન્મ ગુજરાતનાં (Gujarat) અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર હતા. કૉંગ્રેસ પાર્ટીનાં ‘ચાણક્ય’ ગણાતા અહેમદ પટેલનો ગુજરાત સાથે પહેલાથી જ સંબંધ રહ્યો છે.

પીરામણ ગામ ડિજિટલ ગામ છે

માનવામાં આવે છે કે, અહેમદ પટેલ દિલ્હીમાં રહેતા નહીં તો પોતાના ગામ પીરામણમાં રહેતા. અહીંના લોકો પણ તેમને ઘણું માનતા હતા. તેમણે પીરામણને ડિજિટલ કમ મોડલ ગામ બનાવવા માટે ઘણું કામ કર્યું હતું. અંકલેશ્વર જિલ્લામાં આ એવું ગામ હતું જે વાઇ ફાઈ યુક્ત બનાવવામાં આવ્યું હતું. આ સાથે આ ગામમાં ઉર્જા બચાવા માટે એલ.ઇ.ડી લાઇટ મૂકેલા ભારને અનુશાર ગામની તમામ સ્ટ્રીટ લાઇન એલ.ઇ.ડી યુક્ત તેમજ ગામને જોડતા મુખ્ય માર્ગ પર મુકાઈ છે. તો ગામ ની શાળાનું ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

Related Articles

Back to top button