गुजरात

કર્ફ્યૂ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશનથી બહારગામ જવાની વ્યવસ્થા ન કરાતા અસંખ્ય લોકો અટવાયા!

દિવાળી પહેલાની ખરીદી અને રજાઓના દિવસો દરમિયાન ગુજરાતમાં કોરોનાનો જાણે વિસ્ફોટ થયો હોય તેમ કેસ સામે આવી રહ્યાં છે. વધતા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદમાં શુક્રવારે રાતના નવ વાગ્યાથી સોમવારે સવારે 6 કલાક સુધીનો કરફ્યુ  લાદવામાં આવ્યો છે. આ સાથે રાજકોટ , વડોદરા અને સુરતમાં પણ પરિસ્થિતિ વણસે નહીં તે માટે શનિવારે રાતના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કરફ્યુગ્રસ્ત શહેરોને બાદ કરતાં બાય પાસ પરથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની અવરજવર ચાલુ રાખવામાં આવશે. કરફ્યુગ્રસ્ત શહેર સિવાયના વિસ્તારના લોકો આસાનીથી હેરફેર કરી શકશે. આ સાથે જ કરફ્યુ હેઠળ મૂકવામાં આવેલા સુરત, વડોદરા અને રાજકોટનાં પણ ધંધારોજગાર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસ દરમિયાન પૂર્વવત તેમના ધંધારોજગાર ચાલુ જ રહેશે. પરંતુ જે લોકો બહાર ગામથી અમદાવાદમાં આવી રહ્યાં છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Related Articles

Back to top button