दुनिया

વેનેઝુએલામાં માદુરોની ધરપકડ બાદ વિપક્ષ નેતા મચાડોના નિવેદનથી હોબાળો, કહ્યું- ‘મારી ટ્રમ્પ સાથે…’ | Venezuelan Maria Corina Machado Claim She Not Talk To Donald Trump Nicolas Maduro



Maria Corina Machado On Nicolas Maduro : વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડથી ખુશ થયા છે. મચાડો ગત મહિને નોર્વે ગયા બાદ હજુ દેશમાં પરત આવ્યા નથી. મચાડો અમેરિકન રાષ્ટ્રપ્રમુખના સંપર્કમાં હોવાના આક્ષેપો સામનો કરી રહી છે, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘મેં ટ્રમ્પ સાથે છેલ્લે ઓક્ટોબર-2025માં વાત કરી હતી, ત્યારબાદ હું તેમના સંપર્કમાં જ નથી, મારી ટ્રમ્પ સાથે કોઈ વાતચીત થઈ નથી.’

વિપક્ષની નેતાના નિવેદનથી વેનેઝુએલામાં હોબાળો

વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના આદેશ બાદ અમેરિકન સેનાએ ત્રીજી જાન્યુઆરીએ વેનેઝુએલામાં ઘૂસીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો (Venezuelan President Nicolas Maduro)ની ધરપકડ કરી હતી. અમેરિકાની આ કાર્યવાહીને વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ ધરપકડના વિવાદ વચ્ચે મચાડો અમેરિકાના સંપર્કમાં હોવાની વાતો વહેતી થઈ હતી, જેને લઈને મચાડોએ સ્પષ્ટતા રજુ કરવી પડી છે. હવે વિપક્ષના નેતા મચાડોએ ટ્રમ્પની કાર્યવાહીનું સ્વાગત કર્યુંછે, જેને લઈને વેનેઝુએલામાં હોબાળો મચ્યો છે.

વેનેઝુએલા પર હુમલા વખતે મચાડો ક્યાં હતી?

કોરિના મચાડોએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 10 ઓક્ટોબર-2025ના રોજ નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થઈ હતી અને તે દિવસે ટ્રમ્પ સાથે તેમની છેલ્લી વાત થઈ હતી. માચાડોને સત્તા પરથી હટાવવામાં આવેલા વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની સૌથી વિશ્વસનીય હરીફ માનવામાં આવે છે. મચાડો નોબેલ પુરસ્કાર મેળવવા માટે ગત મહિને નોર્વે ગઈ હતી અને ત્યારથી તે પરત આવી નથી. જ્યારે તેમને વેનેઝુએલામાં પરત આવવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘હું વહેલામાં વહેલી તકે ઘરે પરત ફરવાની યોજના બનાવી રહી છું.’

આ પણ વાંચો : ઈરાનમાંથી દેશનિકાલ કરાયેલા પ્રિન્સે ખામેનેઈનું વધાર્યું ટેન્શન, જાણો શું કહ્યું

માદુરોની ધરપકડથી મચાડો ખુશ, અમેરિકાની કાર્યવાહીનું સ્વાગત કર્યું

વિપક્ષી નેતા મચાડો માદુરોની ધરપકડથી ખુશ થયા છે. તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ અમેરિકન કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને આ પગલાને માનવતા, સ્વતંત્રતા અને માનવીય ગરિમા માટે એક મોટું પગલું ગણાવ્યું છે.

કોર્ટમાં માદુરોએ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું

ઉલ્લેખનીય છે કે, માદુરોની ધરપકડ થયા બાદ વેનેઝુએલાની ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજને વચગાળાના રાષ્ટ્રપ્રમુખ બનાવાયા છે. તેમણે સોમવાર 5 જાન્યુઆરીની રોજ શપથગ્રહણ કર્યા છે. ટ્રમ્પે ત્રીજી જાન્યુઆરીએ રોડ્રિગેજ સાથે કામ કરવાનો ઈન્કાર કરીને કહ્યું હતું કે, દેશમાં તેમને આંતરિક સમર્થન પણ મળેલું નથી અને તેમનું સન્માન પણ નથી.

માદુરો અને તેમની પત્નીને પાંચમી જાન્યુઆરીએ સંઘીય કોર્ટમાં હાજર કરાયા હતા, જેમાં બંનેએ ડ્રગ્સ તસ્કરી સહિતના અન્ય ગંભીર આરોપોમાં પોતાને નિર્દોષ ગણાવ્યા છે. તેમણે ન્યાયાધીશ સામે કહ્યું કે, તેઓ હજુ પણ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ છે.

‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી મદદ



Source link

Related Articles

Back to top button