गुजरात

અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 37928 જંગી મતે જીત્યા

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

સવારે 8 વાગ્યે પ્રથમ અડધો કલાક પોસ્ટલ બેલેટ ખુલ્યા પછી લખપત, અબડાસા અને નખત્રાણાએ ક્રમમાં 371 EVMમાં મતગણતરી હાથ ધરાઈ હતી. 10 ઉમેદવારો પૈકીના ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ શરૂઆતથી લીડ બનાવી રાખી હતી અને 36778 મતે જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંઘાણીને અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પઢીયાર એ બરાબર ટક્કર આપી હતી અને કોંગ્રેસ કરતા એક સમયે વધારે મત મેળવ્યા હતા. તમામ 31 રાઉન્ડની ગણતરી પૂર્ણ પેટાચૂંટણીમાં સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ હતી. પ્રથમ રાઉન્ડથી પ્રદ્યુમનસિંહે સરસાઈ જાળવી રાખી હતી. આખરે છેલ્લા રાઉન્ડે અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 36778 મતે જીત મેળવી હતી. જ્યારે અપક્ષના ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર કરતાં એક સમયે વધારે મત મેળવવામાં સફળ રહ્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજાને કુલ 71060, ડો. શાંતિલાલને 34648 અને અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડેયારને 26361 મત મળ્યા

Related Articles

Back to top button