गुजरात

Gujarat Bypolls : આઠ બેઠકો પર ભાજપ-કૉંગ્રેસનાં આ ઉમેદવારો વચ્ચે છે કાંટાની ટક્કર

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. 3જી નવેમ્બરના ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા પર કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજાયુ હતું અને આજે પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી વિગતો મુજબ 8 વિધાનસભા બેઠકો પર 81 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. આજે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે રાજ્યની જનતા પરિવર્તન ઇચ્છે છે કે પનુરાવર્તન જનતાનો મિજાજ ખુલીને સામે આવશે.

લિમડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારો જ્યારે કપરાડા અનુસુચિત જનજાતિ (એસટી) બેઠક પરથી સૌથી ઓછા 4 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી માહિતી મુજબ મોરબી તેમજ ગઢડા વિધાનસભા બેઠક પરથી 12-12 ઉમેદવારોએ તેમજ ધારીમાંથી 11, અબડાસામાંથી 10, કરજણ અને ડાંગમાંથી 9-9 ઉમેદવારો છે.

આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર

  • અબડાસા બેઠક પર ભાજપનાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સંઘાણી
  • મોરબી બેઠક પર ભાજપનાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ
  • ધારી બેઠક પર ભાજપનાં જે.વી. કાકડિયા, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા
  • કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા
  • ગઢડા બેઠક પર ભાજપનાં આત્મરામ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકી
  • કપરાડા બેઠક પર ભાજપનાં જિતુ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા
  • ડાંગ બેઠક પર ભાજપનાં વિજય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગામિત
  • લીમડી બેઠક પર ભાજપનાં કિરીટસિંહ રાણા, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર

Related Articles

Back to top button