વાંસદા પોલીસે વરલી મટકાના જુગારીઓ પાસેથી ૨૧,૯૧૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉનાઈ ખંભાલીયા ગામેં આંકડાનો જુગાર રમાડનાર ને ઝડપી પાડતી વાંસદા પોલીસ
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા પોલીસ સ્ટેશનના સિનિયર વિરેન્દ્રસિંહ એન વાઘેલા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ખંભાલીયા ગામીત ફળિયામાં આવેલા સુમનભાઈના ઘરના બાજુમાં આવેલ વાળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં એક ઈસમ આવતા જતા માણસો પાસે વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડે છે. અને અને હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતાં પોલીસ સ્ટાફને વાકેફ કરી બે પંચોના માણસોને બોલાવી તેઓને પણ બાતમી મળેલા સ્થળે ખાનગી વાહનમાં પહોંચતાં ત્યાં એ જગ્યાએ જતા એક ઈસમ વરલી મટકાના અંકો લખતા હોય.જેની આજુબાજુ માં કેટલાક ઈસમો બેસેલા જોવા મળ્યા હતા. ત્યાં જઈ રેડ કરતાં તમામ માણસો પકડાઈ ગયેલ અને તમામનું પંચનામું કરી નામ ઠામ પૂછતાછ પરછ કરતા આકાશભાઈ નટવરલાલ ચૌધરી .ઉનાઈ. ઉમરવર્ષ .૩૦/ કિશોરભાઈ ગુલાબભાઈ નાયકા ઉમરવાવદૂર. ઉમરવર્ષ.૬૨/ અમ્રતભાઈ દિવાળજીભાઈ ચૌધરી. બામનામાળદૂર. ઉમરવર્ષ .૭૧/ દિવાળજીભાઈ કેશવજીભાઈ ચૌધરી .કછવાવ. ઉમરવર્ષ .૭૫ .ના ઓની ધરપકડ કરી અને જુગાર રમાંડવાના સાધનો અને અંગત ઝડતીમાં રોકડા રૂ.૧૫,૪૧૦/-અને મોબાઈલ.૨ નંગ કિ.રૂ .૫,૫૦૦ મળી ૨૧,૯૧૦ ના મુદ્દામાલ સાથે ઉપરોકત તમામ આરોપી પકડાઈ ગયેલ હોય જે તમામ આરોપી વિરુદ્ધ વાંસદા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ -૧૨(અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને આગળની તપાસ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ એન. વાઘેલાએ કરી છે.