गुजरात

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid marijuana



વડોદરાઃ અકોટા વિસ્તારમાં જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતા એક કેરિયર પાસેથી રૃ.૧.૭૦ લાખનો ગાંજો મળી આવ્યા બાદ પોલીસે ગાંજાના સપ્લાયરને ઝડપી પાડયો છે.

અકોટા ગાય સર્કલ પાસે હાઇબ્રિડ ગાંજો વેચતા જીગર તોનુરામ બિશ્વાસ(ગોપાલ સોસાયટી, બાજવા)ને પોલીસે ઝડપી પાડી હાઇબ્રિડ  ગાંજો,વેચાણના રોકડા રૃ.૨૩૫૦૦ અને મોબાઇલ કબજે કર્યા હતા.

આરોપીની પૂછપરછ બાદ એસઓજીએ ગાંજાના સપ્લાયર મોઇન વિપુલભાઇ રાઠોડ (સુદામા નગર,ગોત્રી હોસ્પિટલ સામે)ને તેના ઘર પાસેથી ઝડપી પાડી ગાંજો ક્યાંથી અને કેટલા સમયથી મંગાવતો હતો,કોને કોને પહોંચાડતો હતો જેવી બાબતોની તપાસ માટે રિમાન્ડની કાર્યવાહી કરી છે.પોલીસે મોઇનનો મોબાઇલ પણ કબજે લઇ ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ કરી છે.



Source link

Related Articles

Back to top button