गुजरात

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાં સાથે ઝાપટાં પડ્યા, બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

રાજ્યમાં ભરઉનાળામાં Tauktae વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15થી 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીનાં કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.

હવામાન વિભાગ પ્રમાણે, ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગિરિમથક સાપુતારા ખાતે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાપુતારાનાં પાનધ્રો, વર્માનગર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

અમરેલીનાં વડીયામાં ગઇ કાલે અડધો ઇંચ વરસાદ થયો હતેા. જયારે અમરેલી, બાબરા, કુંકાવાવમા ઝાપટા વરસ્યા હતા. અમરેલી પંથકમા સવારથી તાપ અને બફારો અનુભવાતો હતો પરંતુ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલીનાં કુંકાવાવ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા સામાન્ય નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. અમરેલીનાં કુંકાવાવ, અમરાપુર, નાની કુકવાવ, ઉજલા સહિતના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Related Articles

Back to top button