गुजरात

અમદાવાદ : હું મર્દ છું બળાત્કાર કરીશ કહીને જેઠે ઇજ્જત લૂંટવાની ધમકી આપી, ક્રોસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ: શહેરના બાપુનગરમાં એક જ પરિવારના સભ્યોનો વિવાદ પોલીસસ્ટેશનમાં પહોંચ્યો છે. આ પરિવારની મહિલાના ઘર પાસે કૂતરું ગંદકી કરતા તેને માર્યું હતું. જેથી મહિલાનો જેઠ ત્યાં આવ્યો અને બાદમાં બબાલ શરૂ કરી હતી. આ જેઠ એ તેની ભાભીનો હાથ પકડી પોતાની લૂંગી ઊંચી કરી મર્દ છું બળાત્કાર કરીશ તેવી ધમકી આપી હતી. જોકે આ જેઠે પણ તેની ભાભીના પરિવાર સામે ફરિયાદ આપતા બાપુનગર પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં 38 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. નજીકમાં પાડોશમાં જ આ મહિલાના પિતરાઈ જેઠ પણ પરિવાર સાથે રહે છે. તેઓ ઘરે હતા ત્યારે તેમના ઘર પાસે કૂતરું આવીને ગંદકી કરતું હતું. જેથી આ મહિલાએ તેને માર્યું હતું અને ભગાડતા જ તેનો આ જેઠ આવ્યો હતો. જેઠએ આવીને બબાલ કરી અને પોતાની ભાભીને કૂતરાને કેમ મારે છે? તેવું પૂછ્યું હતું.

Related Articles

Back to top button