નવરાત્રી ને લઈ જૂનાગઢ કલાકારોએ કલેકટર ને આપ્યું આવેદનપત્ર આપી વર્ણવી પોતાની વેદના
Anil makwama
જૂનાગઢ
રિપોર્ટર – વનરાજ ચૌહાણ. અશોક બારોટ
આદી અનાદી કાળથી દરેક વેદ પુરાણોમાં સંગીત અને કલાકારોનો ઉલ્લેખ છે દરેક ધર્મમાં સંગીત ને હમેશાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને સંગીત કલા એ આપણી સંસ્કૃતિ છે સાથે આ કલા સાથે સંકળાયેલા કલાકારો કસબીઓ સાજીંદાઓને આદી અનાદી કાળથી માન મોભો સન્માન આપવામાં આવ્યું છે અને એમની દરેક જરૂરિયાતો રાજાઓ પુરી કરતા જે રાજા રજવાડા ના વખતથી પરંપરાગત ચાલ્યું આવે છે
પણ આજના યુગમાં એવુ લાગી રહ્યુ છે કે કલાકારને જે માન સન્માન આજીવિકા માટે મદદ મળવી જોઈએ તે સરકાર શ્રી દ્વારા નથી મળતી એમની જરૂરિયાતો પૂરી કરવા માટે હાથ લંબાવી ભીખ માંગવી પડે એ કલાકારો કેમ કરી શકે? કારણ કે એક કલાકાર હમેશાં માન સન્માન ઈજ્જત આબરૂ માન મોભા સાથે જીવતા હોય છે અને જીવશે હાલ કોરોનાની મહામારી ના કારણે છેલ્લા છ મહિનાથી સંગીત નાટક સાઉન્ડ મંડપ લાઈટ ડેકોરેશન જેવા સંગીત કલા જગત સાથે જોડાયેલા અનેક કલાકારો કસબીઓ સાજીંદાઓ ટેક્નિશિયનોની હાલત ખૂબ જ દયાજનક ગંભીર કફોડી છે અને કલા જગતના જે લોકોનું ગુજરાન ફક્ત કલાની કમાણી ઉપર નિર્ભર છે એ લોકો પાસે આજે ખાવાના અને પોતાના બાળકોને દુધ પીવડાવના પૈસા નથી લાઈટ બીલ મકાન ભાડા ઘર વેરા લીધેલી લોનના હપ્તા ભરવાના પૈસા નથી આવી પરિસ્થિતિમાં કલાકારો કસબીઓ સાવ નિરાધાર નિરાશ લાચાર બની ગયા છે અને આર્થિક ભીંસ વધી જવાથી ઘણા કલાકારો ડિ જે સાઉન્ડ વાળા આપઘાત કરી ચૂક્યા છે અને આ જ પરિસ્થિતિ ઉભી રહેશે તો હજુ આવા બનાવો બનવાનો ભય છે કારણ કે છેલ્લા છ મહિનાથી ધંધા રોજગાર બંધ હોવાથી આવક બંધ છે એવામા સરકાર શ્રી તરફથી પણ હજુ સુધી કોઈ સહાય જાહેર કરવામાં નથી આવી રહી વાત એક લાખ ની સરકારી લોનની તો એ પણ એક મૃગજળ સમાન છે એટલે અમારી સરકાર શ્રી ને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે હવે જ્યારે સરકાર દ્વારા મોટા ભાગના ધંધા રોજગારને છુટ આપવામાં આવી છે તો અમારો કલાકારોનો શું વાક? અમને કલાકારોને પણ આપની ગાઈડ લાઈન મુજબ અમુક કાર્યક્રમો કરવાની છુટ આપવામાં આવે જેથી નાના નાના કલાકારો સાજીંદાઓને રોજગારી મળે અને આગામી નવરાત્રિ દરેક કલાકારો માટે દિવાળી હોય છે નવરાત્રિના નવ દિવસોમાં સાજીંદાઓ સાઉન્ડ મંડપ લાઈટ ડેકોરેશન તેમજ અન્ય લોકો માં આદ્યશક્તિની આરાધના કરી ભાવ ભકતિ સાથે આખા વર્ષનું ભાથું બાંધવા મહેનત કરતા હોય છે પણ જો આ વર્ષે સરકાર શ્રીની ગાઈડ લાઈન મુજબ નવરાત્રિ આયોજનની છુટ આપવામાં આવે તો ઘણા કલાકારોના ચુલા ચાલશે
તો અમારી સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે અમને ન્યાય આપો હવે અમારી કફોડી હાલત બેબસી લાચારી દુ:ખ પીડા વેદનાને સમજી અમને કોઈ યોગ્ય ઉપાય શોધી અમને મદદ કરો..