गुजरात

ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વચ્ચે આવ્યાં મહત્તવનાં મહત્ત્વનાં સમાચાર, ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત

ગુજરાતમાં વરસાદ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. જેમાં રાહત નિયામકે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઇ સાયક્લોનિક સિસ્ટમ  સક્રિય નથી તેથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે. નોંધનીય છે કે, પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે, તારીખ 10થી 12 સપ્ટેમ્બરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે 12મી તારીખે પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી.

વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાજ્ય નિયામકે આ અંગે જણાવતા કહ્યું કે,ગુજરાતમાં કોઇ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય નથી. તેથી આગામી સમયમાં વરસાદની શક્યતા નહીંવત છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ ચોમાસાની સિઝનના 22 દિવસ બાકી છે.

રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડા પવન અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વરસાદે વિરામ લેતા તાપમાનમાં એકા એક વધારો થયો છે. મહત્તમ તાપમાન 35 ડીગ્રી આસપાસ પહોંચી ગયું છે. તાપમાન વધતા ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. હાલના દિવસોમાં બે ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે.

 

Related Articles

Back to top button