गुजरात

આનંદો! અનલોક અંતર્ગત રાજ્ય સરકારે હૉટલ-રેસ્ટોરન્ટ અંગે લીધો મોટો નિર્ણય

અમદાવાદ : અનલોક 3.0 અંતર્ગત રાજ્ય સરકારે હૉટલ કે રેસ્ટોરન્ટ અંગે મોટો નિર્ણય લેતા હૉટલ માલિકોની સાથે સાથે મોડી રાત્રે કામ કરતા લોકો માટે રાહતના સમાચાર છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે પણ કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય અનેક પ્રવૃત્તિઓને છૂટ આપી છે. જે બાદ હવે રાજ્ય સરકારે હોટલ કે રેસ્ટોરન્ટમાંથી એકઅવે અને પાર્સલ સેવા માટેની સમયમર્યાદા હટાવી દીધી છે. આ પહેલા જ સરકારે નાઇટ કર્ફ્યૂમાં છૂટ આપી દીધી છે.

પાર્સલ/ટેકઅવે સુવિધા માટે સમયમર્યાદા દૂર : ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાય હૉટલ કે રેસ્ટોરન્ટમાં જે 10 વાગ્યાની સમયમર્યાદા હતી તેને દૂર કરવામાં આવી છે. જોકે, આ મર્યાદા ફક્ત ટેકઅવે અથવા પાર્સલ સેવા માટે જ હટાવવામાં આવી છે. નોંધનીય છે કે અનલોક 3.0 અંતર્ગત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ રાજ્ય સરકારે દુકાન ખુલ્લી રાખવાનો સમય આઠ વાગ્યા સુધી અને હૉટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાનો સમય વધારીને 10 વાગ્યાનો કર્યો હતો. જે પ્રમાણે હોટલ-રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, હવે આ મર્યાદા ફક્ત પાર્સલ કે ટેકઅવે માટે દૂર કરવામાં આવી છે.

Related Articles

Back to top button