ગુજરાત મોડલમાં કુંડોલ પાલ ગામે ઇન્ટરનેટ સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ ગામ છોડીને સગાસબંધીને ત્યાં રહેવા મજબુર બન્યા.
Anil Makwana
ભિલોડા
રીપોટર – દિપક ડામોર
અરવલ્લી જિલ્લા, ભિલોડા તાલુકા માં મોટામાં મોટુ બીજા નં. પર આવતું ગામ કુંડોલ પાલ છે ત્યાંની વસ્તી આશરે 6000 થી પણ ઉપરની વસવાટ કરે છે આ ગામ 10×6નો ઘેરાવો ધરાવે છે
આ ગામની અંદર સાત આંગણવાડી, ત્રણ પ્રાથમિક શાળા છે, એક હાઈસ્કૂલ, બે સસ્તા અનાજ ની દુકાન છે એક દૂધ મંડળી તેમજ એક પોસ્ટ ઓફીસ પણ છે. જેમાં દરેક એકમોમાં ઇન્ટરનેટ ની આવશ્યક જરૂરિયાત હોઈ, સરકાર શ્રી ના આદેશ મુજબ ઓનલાઇન શિક્ષણ ની વાત બિલકુલ અહીંયા પોકળ સાબિત થઇ રહી છે. અહીંયા સ્કૂલ શિક્ષકો ની ઓનલાઇન હાજરી પુરવાત્રણ થી ચાર k.m. બહાર ગામ જવુ પડે છે. સસ્તા અનાજ ની દુકાને દરેક ગ્રાહક ને ફિંગર પ્રિન્ટ લેવા બહાર ગામે જવુ પડે છે આમ સમય અને પૈસા બન્ને નો ખુબજ વેડફાઈ જાય છે તેમજ વિધાર્થી ઓ નું શિક્ષણ પણ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે તેમજ બહાર ભણતા વિદ્યાર્થી ઓ ઇન્ટરનેટ સુવિધા ના મળતા વાલીઓ મજબૂર બની ને પોતાના સગા સબંધી ને ત્યાં રાખવા પડે છે આવા વિસ્તાર માં વિદ્યાર્થીઓ ને ભણવું છે પણ કેવી રીતે એ સવાલ દરેક મનમાં કોરી ખાઈ રહ્યો છે. જયારે દેશમાં 5-જી ની શરૂઆત થઇ ગઈ છે ત્યારે ગુજરાત મોડલ માં દરેક જરૂરિયાતો કૅનેકટીવીટી સાથે જોડી દીધી છે ત્યારે પડતાને પાટુ સમાન, આજે પણ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી ઓ તથા ત્યાં ના રહીશોની હાલત દયનિય બની ગઈ છે