રાજકોટ : વાયરસ બની રહ્યો છે કાળ, એક જ રાતમાં Coronaના 10 દર્દીનાં ટપોટપ મોત નીપજ્યા
રાજકોટ : રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાયરસનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે કોરોના વાયરસના દર્દીઓ ના મોતનો સિલસિલો પણ રાજકોટ શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીના 9 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે જ્યારે કે 1 દર્દીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો આજે વહેલી સવારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતા મોતનો કુલ આંક 11 પર પહોંચ્યો છે.
જે દર્દીઓના મોત નીપજ્યા છે તેમાં રાજકોટ શહેરના 7 દર્દીઓ ગોંડલ શહેરના 1 દર્દી, ગોંડલ તાલુકાના 1 દર્દી તેમજ સુરેન્દ્રનગરના વઢવાણ 1 અને જસદણના 1 દર્દીનું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે રીતે રાજકોટ તેમ જ વડોદરામાં કોરોનાવાયરસ નો કે યથાવત જોવા મળી રહ્યો છે જેના કારણે એક દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટ તેમજ વડોદરાની મુલાકાત લીધી હતી બંને જિલ્લાના કલેકટર કમિશનર તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોના વાયરસની પરીસ્થિતીનો તાગ પણ મેળવ્યો હતો.