गुजरात

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ બનાવવા સરકારને ઉગ્ર રજૂઆત

Anil Makwana

ભિલોડા

રીપોટર – દિપક ડામોર

અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ન હોવાના કારણે કોરોનાની મહામારી ને લઇ વધતી જતી સંક્રમણ ની સંખ્યા ધ્યાન માં રાખી 11લાખ લોકોને પડતી મુશ્કેલી ઓ જોઈ, જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઇ પારધી કોંગ્રેસ સમિતિ ભિલોડા સાથે રાખીં ને ઉગ્ર રજૂઆત કરી હતી.

નવરચિત અરવલ્લી જિલ્લા ને 5 થી 6 વર્ષ છતાં હજુ અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે કામ શરૂ કરવા માં આવ્યું નથી ત્યારે જિલ્લા પંચાયત દ્વારા 2016માં જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પારઘી ના અધ્યક્ષ સ્થાને ઠરાવ કરી, રાજ્ય સરકારમાં દરખાસ્ત કરેલ અને વિધાનસભા ની અંદર અરવલ્લી જિલ્લાઓના ધારાસભ્ય શ્રી ઓને પણ રજૂઆત કરેલ છે. કોરોના વાયરસ ની મહામારી માં દિવસે ને દિવસે સંક્રમણ વધતું જાય છે ત્યારે સિવિલ ના હોવાના અને સારી સુવિધા ના મળવા થી લોકો 50 થી 100km દૂર સગવડો લેવા ની લ્હાય માં માણસ ને ખોવા નો વારો આવે છે તેમજ આરોગ્ય લક્ષી સેવાઓ લેવા માટે મજબુર થવું પડે છે. હાલના સંજોગો માં કોરોના વાયરસ આંક્રમણ વધતા અરવલ્લી જિલ્લા ના તમામ તાલુકા મથકો ની હોસ્પિટલો માં COVID -19 સારવાર માટે 50=50બેડ ની સુવિધા ઉપલબ્ધ કરવી તથા આર્યુવેદીક વિભાગ દ્વારા ગામડે ગામડે ઉકાળા નું પણ આયોજન કરવા જણાવ્યું હતું. આગામી સમય માં અરવલ્લી ના વડા મથકે મોડાસા ખાતે હોસ્પિટલ નું કામ ચાલુ ન કરવા માં આવે તો અરવલ્લી જિલ્લા ના પ્રજાજનો સાથે રાખીને જલત કાર્યક્રમ રાખવામાં આવશ તેમાં પણ જણાવ્યું છે

Related Articles

Back to top button