અમેરિકા- ઇરાન ડીલમાં ચાર લક્ષ્મણ રેખા એક પણ ઓળંગાશે તો યુદ્ધ ફરી શરૂ થશે | If even one of the four Lakshman lines in the US Iran deal is crossed war will resume

![]()
– અમેરિકા- ઇરાન વચ્ચે પ્રારંભિક સમજૂતી તો થઈ જ ગઈ પરંતુ ચાર મુદ્દા તેવા છે કે જેની ઉપર પરસ્પર વિરોધી નિવેદનો ચાલે છે
નવી દિલ્હી : અમેરિકા- ઇરાન વચ્ચે થયેલી પ્રારંભિક સમજૂતી (એમ.ઓ.યુ.) મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવાની આશા લાવી છે પરંતુ મંત્રણા શરૂ થતા જ ૪ મુખ્ય ‘લક્ષ્મણ રેખા’ સ્પષ્ટ દેખાય છે. પહેલો વિચાર તો હોર્મુઝ ઉપરના કાબુનો છે. ઇરાન ત્યાંથી પસાર થનારા જહાજો પર ટોલ લેવા માંગે છે. બીજો વિવાદ ‘બેલેસ્ટિક મિસાઇલ’ અંગેનો છે ઇરાન તેના બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમ અંગે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી. ત્રીજો મુદ્દો ઇરાનના પરમાણું સંયંત્રો અંગેનો છે, તેમાં આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ અંગે બંનેના દાવા અલગ અલગ છે. ચોથો ‘વિવાદ’ પ્રતિબંધો અને આર્થિક રાહતોનો છે.
જો આ મુદ્દાઓ ટૂંક સમયમાં નહીં ઉકલે તો મધ્યપૂર્વમાં ફરી ભડકો થશે તે નિશ્ચિત લાગે છે
(૧) અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મંગળવારે જ જણાવી દીધું હતું કે, અમેરિકા હોર્મુઝ સ્ટ્રેઇટ્સમાંથી પસાર થનારા જહાજો ઉપર કોઈપણ ટૉલ સ્વીકારશે નહીં. તે સર્વવિદિત છે કે યુદ્ધના પ્રારંભે જ ઇરાને આ સ્ટ્રેઇટ્સ બંધ કરી દીધી હતી તેથી દુનિયાભરમાં તેલની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. ઇરાન હોર્મુઝ સ્ટ્રેઇટ્સ ઉપરનું તેનું સાર્વભૌમત્વ અકબંધ રાખે છે અને સ્પષ્ટ કરે છે કે તેની ઉપર જો અમારો કાબૂ રહેશે જ તેવું એલાન સાથે મળી તે સ્ટ્રેઇટ્સ મેનેજ કરવાનું છે. જ્યારે અમેરિકાને તે સ્વીકાર્ય નથી.
(૨) મંગળવારે રાજકીય હીલચાલ વધી રહી હતી. ઇરાનના પ્રમુખ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે માર્કો રૂબીયોએ ખાડી દેશના સાથીઓ સાથે મંત્રણા શરૂ કરી. જ્યારે ઇઝરાયલ લેબેનેન વચ્ચે વૉશિંગ્ટનમાં મંત્રણા શરૂ થઈ, ઇરાને સ્પષ્ટ કહ્યું કે, તેનો બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમ કાંઈ પણ સમજૂતીનો ભાગ નહીં રહે ઇરાનના પ્રમુખ પેઝેશ્કીયાને બાદમાં કહ્યું હતું કે, જો અમારી સામે મિસાઇલ્સ ન હોત તો ઇઝરાયેલ અમેરિકાએ અમને ગાઝાની જેમ જ કચડી નાખ્યા હોત.
(૩) ટ્રમ્પ અને વાન્સ બંનેએ કહ્યું હતું કે, ઇરાને તેના પરમાણુ સંશાધનો પર નજર રાખવા માટે આઇએઇના નિરીક્ષકોને આવવા દેવા સંમંત થયું છે. ઇરાને આ દાવાનો ઇન્કાર કર્યો છે.
(૪) અમેરિકી વિત્ત મંત્રીએ ઇરાન પર લગાડાયેલા પ્રતિબંધોમાં કેટલીક છૂટછાટ મૂકી છે જેથી તે ક્રૂડ અને તેને આનુષાંગિક ઉત્પાદન કરી શકે અને વેચી પણ શકે. ઇરાન કહે છે તે માટે અમેરિકાની મંજૂરી જરૂરી નથી. જ્યારે અમેરિકાએ છૂટી કરેલી ૧૨ અબજ ડૉલર્સની સંપત્તિ કઈ રીતે આપવી તે અમેરિકા નક્કી કરે તેમ કહ્યું તે સામે યુએન સ્થિત ઇરાનના રાજદૂત બહરેનીએ કહ્યું હતું કે, તે ૧૨ અબજ ડોલર્સ કેવા, ક્યા અને કઈ રીતે આપવા તે ઇરાન જ નક્કી કરી શકે બીજા કોઈ નહીં બીજા કોઈની તેમાં ભૂમિકા ન હોઈ શકે. ટૂંકમાં આ સમજૂતી ટકી શકશે કે કેમ તે અંગે જ સૌ કોઈને શંકા છે.



