दुनिया
હવે અટકશું નહીં : મિડલ-ઇસ્ટમાં ખૂન-ખરાબા જોઈ, કીમ-જોંગ-ઉન-ધૂંધવાયા : ખતરાની ઘંટડી વગાડી દીધી


– ઉને ઉત્તર-કોરિયાની પરમાણુ ક્ષમતા સુપર-સ્પીડથી વધારવા એલાન કર્યું : અમેરિકા અને જાપાનને ખુલ્લં-ખુલ્લો પડકાર આપ્યો
પ્યોગ્યાંગ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઊને, ઉત્તર કોરિયાની પરમાણુ ક્ષમતા સુપર સ્પીડમાં વધારવા એલાન કર્યું છે. મધ્ય-પૂર્વની પરિસ્થિતિના બહાને તેણે પોતાના દેશની પરમાણુ શસ્ત્ર ક્ષમતા વધારવાનો નિર્ણય કરી અમેરિકા અને જાપાનને ખુલ્લં ખુલ્લા પડકાર આપ્યો છે.
સમગ્ર દુનિયાની નજર અત્યારે મધ્ય-પૂર્વમાં મચેલા ખૂન-ખરાબા તથા તે પછી ચાલી રહેલી શાંતિ-મંત્રણા પર રહેલી છે. પરંતુ આવી ભયંકર વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઊને એક એવું વિધાન કર્યું છે કે, જેથી દુનિયાભરમાં ખતરાની ઘંટી વાગી ગઈ છે.



