ન હાથ મેળવ્યા, ન ફોટો ખેંચાવ્યો, જે.ડી. વાન્સને ઇરાન – કતારે તદ્દન નજર અંદાજ કર્યા | Neither shaking hands nor taking a photo J D Vanson was completely ignored by Iran and Qatar

![]()
– ઇરાની પ્રતિનિધિ મંડળ 80 મિનિટમાં મંત્રણા છોડી ચાલ્યું ગયું
– અમેરિકા-ઇરાન વચ્ચે 60 દિવસની મંત્રણાની પહેલી બેઠક જીનીવામાં યોજાઈ, તેના વિઝયુલ સામે આવ્યા છે : તે જુદા જ પ્રકારની તંગદિલી દર્શાવે છે
નવી દિલ્હી : ઇરાન-અમેરિકા વચ્ચે યોજાનારી ઐતિહાસિક શાંતિ-મંત્રણા પર દુનિયા આખીની નજર હતી. કેટલાએ લોકોને આશા હતી કે ત્યાં કેમેરામાં શાંતિ ભર્યો મૂડ દેખાશે. મંત્રણાનો પ્રારંભ પણ સારો હશે. પરંતુ તે મંત્રણા શરૂ થઈ તે પૂર્વે જ જે વીડીયો મળ્યો છે, તે મંત્રણાનો બદલાયેલો સંપૂર્ણ માહોલ દર્શાવી આપે છે.
એક તરફ કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સની સામેથી સલામ-નમસ્તે કર્યા વીના પસાર થતા દેખાય છે. જો કે, વાન્સે તો હાથ આગળ ધર્યો, અલ થાની તે તરફ જોતા સિવાય જ આગળ ચાલ્યા જતા દેખાય છે. બીજી તરફ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનાં નેતૃત્વમાં આવેલા ઇરાની પ્રતિનિધિ મંડળે અમેરિકી પ્રતિનિધિ મંડળ સાથે ફોટો ખેંચાવાની ના પાડતા બેઠકમાં ૮૦ મીનીટ મોડા આવ્યા અને થોડા સમયમાં નીકળી પણ ગયા. આ શા સંકેત આપે છે ?
રવિવારે અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ વચ્ચે ૬૦ દિવસની મંત્રણાનો પહેલો દોર શરૂ થયો. ત્યારે મધ્યસ્થતા કરી રહેલા પાકિસ્તાન અને કતારના પ્રતિનિધિઓ પણ હાજર હતા. રીસેપ્શન કાઉન્ટર પાસે વાન્સ અને અન્ય અમેરિકી પ્રતિનિધિઓ ઉભા હતા. ત્યારે કતારના વડાપ્રધાન અલ થાની પણ ત્યાં પહોંચ્યા. તેઓ વાન્સ તરફ આગળ વધવાને બદલે સીધા આગળ નીકળી ગયા. તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શહનબાઝ શરીફ અને તેમની સાથે રહેલા સેના પ્રમુખ આસીફ મુનીરને ભેટયા, ભાવપૂર્વક વાત કરી. પરંતુ વાન્સે સ્મિત સાથે હાથ આગળ ધર્યો ત્યારે તેમની સામે પણ જોયું નહીં.
આ ઘટનાએ મંત્રણા શરૂ થયા પહેલા જ ઘણા સંકેતો આપી દીધા છે. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાઘેર ગાલીબાફે અમેરિકી પ્રતિનિધિઓ જે.ડી. વાન્સ, સ્ટીવ વિશ્કોફ અને ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનર સાથે ફોટો ખેંચાવાની પણ ના કહી દીધી.
ઇરાની મિડીયાએ જણાવ્યું હતું કે આ પગલું સમજી વિચારીને જ ભરવામાં આવ્યું હતું.
આ મંત્રણાનો પહેલો દોર તો લાંબો ચાલશે તેમ મનાતું હતું પરંતુ ઇરાની પ્રતિનિધિ મંડળના સભ્યો માત્ર ૮૦ મીનીટમાં જ મંત્રણા-ટેબલ પરથી ઉભા થઇ ચાલ્યા ગયા.



