લેબરપાર્ટીનાં દબાણથી, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આખરે રાજીનામું આપ્યું | Under pressure from the Labour Party British Prime Minister Keir Starmer finally resigned

![]()
– મેં કીંગ ચાર્લ્સને સોમવારે સવારે જ મારા નિર્ણયની જાણ કરી હતી: હું મારા અનુગામીને પૂરેપૂરો ટેકો આપીશ: સ્ટારમેર
લંડન : બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે સોમવારે સવારે જ પોતાના પદનું ત્યાગપત્ર આપી દીધું હતું, સાથે લેબર પાર્ટીના નેતા પદેથી પણ તેઓએ ત્યાગપત્ર આપ્યું હતું. તેઓનાં રાજીનામા માટે તેમ કહેવાય છે કે તેઓની પાર્ટી લેબરપાર્ટીમાં જ તેમની ઉપર ભારે દબાણ થતાં તેમને રાજીનામું આપવું પડયું છે. જોકે સ્ટારમરે કહ્યું હતું કે જ્યાં સુધી પાર્ટી તેના નવા નેતા ચૂંટી ન કાઢે ત્યાં સુધી હું રખેવાળ-વડાપ્રધાન તરીકે તો ચાલુ જ રહીશ.
આજે સોમવારે સવારે તેઓ તેમનાં પત્ની સાથે બ્રિટિશ વડાપ્રધાનનાં સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનીંગ સ્ટ્રીટની બહાર આવી ત્યાં તે સમયે એકત્રિત થયેલા નાગરિકોએ તેમને હર્ષનાદોથી વધાવી લીધા હતા. તેઓએ તેમનાં જ સંબોધનમાં કહ્યું હતું કે મેં જે કૈં નિર્ણય લીધા છે તે મેં હું જે દેશને ચાહું છું તે (બ્રિટનના) હિતમાં જ લીધા છે. તેથી જ હું લેબર પાર્ટીના નેતા પદેથી ત્યાગપત્ર આપું છું.
તેઓએ આગળ જણાવ્યું હતું કે મેં કીંગ ચાર્લ્સ થર્ડને આજે સોમવારે સવારે જ મારા આ નિર્ણયની જાણ કરી હતી. તેઓને મેં તેમ પણ કહ્યું હતું કે યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન થવું તે મારા જીવનની એક ગૌરવભરી ઘટના બની રહી છે. મારા જીવનની તે સૌથી વધુ ગૌરવભરી ક્ષણ બની રહી. આ સાથે તેઓએ કહ્યુ ંકે સત્તા પરિવર્તન, સુવ્યવસ્થિત રીતે થાય તે હું નિશ્ચિત કરીશ. તેમજ મારા અનુગામીને પૂરેપૂરો ટેકો આપતો રહીશ.



