दुनिया

રશિયાનાં કબજાવાળા ક્રીમિયામાં ગેસોલિનનાં વેચાણ પર પ્રતિબંધ | Ukrainian attacks prompt Russian held Crimea to halt civilian gasoline sales



(પીટીઆઇ)     મોસ્કો,
તા. ૨૧

રશિયાને પોતાના કબજાવાળા ક્રીમિયામાં રવિવારે સામાન્ય લોકો
માટે પેટ્રોલ (ગેસોલિન)નું વેચાણ રોકવાની ફરજ પડી હતી કારણકે યુક્રેને રશિયાની ઓઇલ
રિફાઇનરીઓને નિશાન બનાવી છે.

ક્રેમલિન દ્વારા નિમાયેલા ક્રીમિયાનાં પ્રમુખ ગવર્નર સર્ગેઇ
અકસ્યોનોવે જણાવ્યું હતું કે સમગ્ર રાત યુક્રેને કરેલા હુમલાઓમાં ચાર લોકોનાં મોત
થયા છે અને અન્ય ૨૮ લોકો ઘાયલ થઇ ગયા છે.

ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સ્થાનિક
ગેસ સ્ટેશનો બિન સરકારી કંપનીઓ અને સામાન્ય લોકોને પેટ્રોલનું વેચાણ અનિશ્ચિતકાળ
માટે રોકી દેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇંધણ ફક્ત એ સરકારી
એજન્સીઓને વેચવામાં આવશે જે ક્રીમિયા ગણરાજ્યનાં કામકાજ અને સુરક્ષાને સુનિશ્ચિત
કરે છે. હું તમામ  લોકોને શાંત રહેવા અને
માહિતી માટે ફક્ત સત્તાવાર સૂત્રો પર વિશ્વાસ કરવાની અપીલ કરું છું.

ઉલ્લેખનીય છે કે યુક્રેને તાજેતરનાં સપ્તાહોમાં વારંવાર
ક્રીમિયાનાં ઇંધણ સપ્લાયને નિશાન બનાવ્યું છે. જેના કારણે ૨૦૧૪માં રશિયા દ્વારા
ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યા પછી આ ક્ષેત્રમાં સૌથી ખરાબ ઉર્જા સંકટ પેદા થઇ
ગયું છે.

યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ એક નિવેદનમાં જણાવ્યું હતું
કે ક્રીમિયાનો એક ઓઇલ ડેપો અને રશિયાનાં દક્ષિણમાં આવેલ ક્રાસ્નોદાર ક્ષેત્રમાં
ઓઇલ પરિવહન સુવિધાને પણ નિશાન બનાવવામાં આવી છે.

રશિયન સરકારે જેટ ફ્યુઅલની નિકાસ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો
છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે યુક્રેને ૩૦૦૦ કિલોમીટરથી વધારે અંતર સુધી
ત્રાટકવાની ક્ષમતા ધરાવતા ડ્રોન વિકસિત કર્યા છે.

યુક્રેને રશિયાનાં યુરાલ વિસ્તારમાં આવેલ ટયુમેન ઓઇલ
રિફાઇનરીને નિશાન બનાવી છે. આ રિફાઇનરી યુક્રેનની સરહદથી લગભગ ૨૦૦૦ કિમી દૂર છે.

ટયુમેન રિફાઇનરી રશિયાનાં સૌથી મોટા પ્રાઇવેટ ઓઇલ
પ્રોસેસિંગ પ્લાન્ટ પૈકીનો એક છે. તે દરરોજ ૧
,૫૧,૦૦૦ બેરલ
ઓઇલનું પ્રોસેસ કરે છે.

 



Source link

Related Articles

Back to top button