दुनिया

બ્રિટીશ વડાપ્રધાન પર તોળાતી ત્યાગપત્રની તલવાર : તેઓનું સ્થાન લેવા બર્નહામ તૈયાર | The sword of resignation looms over the British Prime Minister: Burnham ready to take his place



સ્ટારમેર અત્યારે તો સહકુટુમ્બ એકર્સ સ્થિત રીસોર્ટમાં આરામ કરે છે પરંતુ તે દરમિયાન નક્કર વાસ્તવિકતાઓ પર વિચાર કરી રહ્યા છે : તેમના પી.એ.

લંડન: બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેર તેઓની રાજકીય કારકીર્દીના ગંભીર વળાંક પર આવી ગયા છે. તેઓની સામે તેમની જ પાર્ટી લેબર પાર્ટીમાં પણ વિરોધ જાગ્યો છે, સંભવતઃ તેમની પાર્ટીના એક અન્ય નેતા એન્ડી બર્નહામ તેમનું સ્થાન લે તેવી સંભાવના દેખાઈ રહી છે.

એન્ડી બર્નહામ ગત સપ્તાહે એકરફીલ્ડમાંથી સંસદમાં ચૂંટાઈ આવ્યા છે. તેઓ ગ્રેટર માન્ચેસ્ટરમાં મેયરપદે હતા, ત્યારે પણ ઘણાં જ લોકપ્રિય બની ગયા હતા. ગુરૂવારે યોજાયેલી વિશેષ પેટા ચૂંટણીમાં તેઓ તેમના રીફાર્મ ઈંગ્લેન્ડ પાર્ટીના પ્રતિસ્પર્ધી કરતાં ૯૦૦૦ જેટલા વધુ મતે વિજયી થયા છે. તેમને કુલ ૪૫,૫૧૦ મતમાંથી ૫૫ ટકા મત મળ્યા હતા. હવે તેઓ હાઉસ-ઓફ-કોમન્સ (સંસદના નીચલા ગૃહમાં) ચૂંટાઈ આવતાં તેઓ સ્ટારમેટ સામે પડકાર ઉભો કરી શકે તેમ છે.

તેઓ હવે પાર્ટી તેમજ દેશનું નેતૃત્વ લેવા તૈયાર થયા છે, તેમ તેમણે તેમની શપથવિધિ પછી આપેલા વક્તવ્યમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. તેઓએ કહ્યું – દરેક જાણે છે કે દર વખતે રાજકારણ (કાવાદાવા) કામ કરતા નથી. દરેક જાણે છે કે, દેશ જ્યાં હોવો જોઈએ ત્યાં નથી. આજની રાત દેશ માટે પરિવર્તન બિંદુ બની રહે તેમ છે.

સ્ટારમેટે શુક્રવારે સાંજે જ તેમના વિજય માટે તેમને અભિનંદનો આપ્યાં હતાં, પરંતુ કહ્યું હતું કે તેઓ પદ ઉપર રહેવા માટે લડી લેવા તૈયાર છે. તો બીજી તરફ હાઉસ ઓફ લોર્ડઝના વરિષ્ઠ લેબર મેમ્બર ચાર્લી ફાલકનરે કહ્યું હતું કે હવે સ્ટારમેટ પાસે (વડાપ્રધાનપદે ટકી રહેવાનો) કોઈ અધિકાર જ નથી. વાસ્તવમાં તેમની કેટલીએ નીતિઓ ખાસ કરીને વસાહતીઓ અંગેની નીતિ સામે વિરોધ વંટોળ ઉભો થયો છે.



Source link

Related Articles

Back to top button