दुनिया

અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં નવો વિવાદ ! એનરિચમેન્ટ મામલે બંને દેશો વચ્ચે ટકરાવ | US Iran Peace Talks Face New Dispute Over Uranium Enrichment In Switzerland



US Iran Peace Talks : અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક ખાતે હાઈ-લેવલની શાંતિ વાર્તા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. જોકે, બેઠક શરૂ થતાંની સાથે જ યુરેનિયમ એનરિચમેન્ટના મુદ્દે બંને દેશો સામસામે આવી ગયા છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસુદ પેઝેશકિયાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેમનો દેશ પરમાણુ હથિયાર બનાવવા નથી માંગતો, પરંતુ તે યુરેનિયમ એનરિચ કરવાનો પોતાનો હક પણ કોઈ સંજોગોમાં નહીં છોડે. અમેરિકા ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા સંપૂર્ણપણે રોકવા માંગે છે, જ્યારે ઈરાનનું કહેવું છે કે વૉશિંગ્ટને તેના આ અધિકારને સ્વીકારવો જ પડશે.  

લેબનોનમાં ચાલી રહેલો તણાવ બેઠકનો મુખ્ય વિષય

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ્માઈલ બઘાઈના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં સૈન્ય સંઘર્ષનો અંત લાવવા માટે થઈ રહેલી આ બેઠકમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લેબનોનમાં ચાલી રહેલો તણાવ મુખ્ય વિષય છે. આ ઉપરાંત, ઈરાનની ફ્રીઝ થયેલી અસ્કયામતો પરથી પ્રતિબંધ હટાવવા અને ઈરાની તેલના વેચાણ માટે જરૂરી લાયસન્સ જાહેર કરવા બાબતે પણ આ ટેબલ ટોકમાં ગંભીર ચર્ચા ચાલી રહી છે.  

કતાર તરફથી 6 અબજ ડૉલર ફંડ મુક્ત કરાશે

રાષ્ટ્રપ્રમુખ પેઝેશકિયાને દાવો કર્યો છે કે, ગયા અઠવાડિયે થયેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગની શરતો ઈરાનના પક્ષમાં છે અને આ વાર્તાની સફળતાથી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સૌથી વધુ નાખુશ થશે. આ સમજૂતી હેઠળ કતારમાં ફ્રીઝ કરાયેલા ઈરાનના 6 અબજ ડોલરનું ફંડ તેહરાનને પરત સોંપવામાં આવી રહ્યું છે. ઈરાની રાષ્ટ્રપ્રમુખના મતે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ઈરાનના એ અધિકારોને માન્યતા આપી દીધી છે, જેના પર વોશિંગ્ટન પહેલા રોક લગાવવાનો પ્રયાસ કરતું હતું.

આ પણ વાંચો : યુદ્ધના ભણકારા? આકાશથી સમુદ્ર સુધી તાઈવાન ઘેરાયું, ચીનના ફાઈટર જેટ્સ અને યુદ્ધજહાજો તૈનાત!

વ્હાઈટ હાઉસ અને પાકિસ્તાની મધ્યસ્થીઓ વચ્ચે બેઠક

બર્ગનસ્ટોક રિસોર્ટ ખાતે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સહિત પ્રતિનિધિમંડળ સાથેની ચર્ચા વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નર ટેકનિકલ પાસાઓ સંભાળી રહ્યા છે. આ વાર્તામાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે, જેના ભાગરૂપે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર પણ ત્યાં હાજર રહીને અમેરિકી નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.  

ઈરાન પાસે 440 કિલોગ્રામ યુરેનિયમનો સ્ટોક

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ પણ સ્વિસ વિદેશ મંત્રી ઈગ્નાઝિયો કેસિસ સાથે મુલાકાત કરીને આ રાજદ્વારી મિશનને સફળ બનાવવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂન મહિનામાં જ્યારે સંઘર્ષ વધ્યો હતો, ત્યારે ઈરાન પાસે આશરે 440 કિલોગ્રામ યુરેનિયમનો સ્ટોક હતો, જે 60% શુદ્ધતા સુધી એનરિચ્ડ હતો. આ સ્તર પરમાણુ હથિયાર બનાવવાના લેવલની ખૂબ જ નજીક હોવાથી અમેરિકા આ બેઠકમાં ઈરાન પર કડક નિયંત્રણો લાદવા માટે દબાણ કરી રહ્યું છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ



Source link

Related Articles

Back to top button