અમેરિકા-ઈરાન પીસ ડીલ વચ્ચે હીઝબુલ્લાહ ઇઝરાયેલ યુદ્ધ ચાલુ : 16 નાં મોત અનેકને ઇજાઓ | Hezbollah Israel war continues amid US Iran peace deal: 16 dead many injured

![]()
– ઇઝરાયેલી સેનાએ ધમકી આપતાં કહ્યું છે કે હજી પણ હુમલા થતા રહેશે : ઇઝરાયેલની નેમ સ્પષ્ટ છે : તે દક્ષિણ લેબેનોનનો ઉચ્ચ પ્રદેશ હાથમાં રાખવા માગે છે
નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇરાન યુદ્ધ ભલે અટકી ગયું હોય પરંતુ ઇઝરાયેલ લેબેનોન ઉપર હુમલા કરવાનું ચાલુ રહ્યું છે. ઇઝરાયલી સેનાએ ગુરૂવારે રાત્રે જણાવી દીધું હતું કે તેણે દક્ષિણ લેબેનોનના કેટલાયે વિસ્તારમાં રહેલા હિઝબુલ્લાહના મકાનો ઉપર હુમલા કર્યા છે. ગુરૂવારે થયેલા આ યુદ્ધમાં આશરે ૧૬ જેટલાં લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. આટલું જ નહીં પરંતુ ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ જો હજી પણ હુમલા કરતા રહેશે તો અમે તેથી બમણા વળતા હુમલા કરતા રહીશું. લેબેનોનની સરકારી મીડિયા સંસ્થાએ જણાવ્યું હતું કે ગુરૂવારે મોડી રાત્રે ઇઝરાયેલ ખાતે પણ ભારે નુકસાન થયું હતું. ઇઝરાયેલ અને ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલે છે. તેમાંયે જ્યારે અમેરિકા અને ઇરાન શાંતિ-મંત્રણાની સફળતા પછી આનંદ આનંદ થઈ રહ્યો છે. ત્યારે જ ઇઝરાયલે આ હુમલો કર્યો.
ભીતિ એ છે કે અમેરિકા-ઇરાન શાંતિ મંત્રણામાં લેબેનોનના યુદ્ધમાં પણ યુદ્ધ વિરામ કરવાની વાત છે. ત્યારે જ ઇઝરાયેલ આ હુમલા કર્યા હોવાથી આ શાંતિ-મંત્રણા જે હવે પછીના ૬૦ દિવસે (યુરેનિયમ અંગે) આગળ વધવાની છે તેથી શાંતિમંત્રણામાં ખાંચ આવશે. તેવી આશંકા સેવાઈ રહી છે.
કેટલાક વિશ્લેષકો તેમ કહે છે કે ઇઝરાયલે જાણી જોઈને આ સમયે જ આક્રમણ કર્યું છે જેથી શાંતિ-મંત્રણા આગળ વધી ન શકે. વાસ્તવમાં ઇઝરાયેલ નથી ઇચ્છતું કે અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ સ્થપાય.



