પુતિન છ દેશોના વડાઓની રાહ જોઈ રહ્યા ત્યારે યુક્રેને મોસ્કો ઉપર ભીષણ પ્રહારો કર્યા | Ukraine launches fierce attacks on Moscow as Putin awaits six heads of state

![]()
– પુતિને કાઝાનમાં થાઇલેન્ડ, વિયેતનામ, કમ્બોડીયા, મલેશિયા અને સિંગાપુર તથા ફિલિપાઈન્સનાં નેતાઓની શિખરપરિષદ બોલાવી તે પૂર્વે થોડા કલાકે આ હુમલા થયા
મોસ્કો : રશિયા યુક્રેન યુદ્ધનો અંત દેખાતો નથી. એક જ સપ્તાહમાં યુક્રેને બીજીવાર મોસ્કો ઉપર હુમલા કર્યા હતા અને રશિયાની એક ઓઇલ રીફાઈનરી પર કરેલા હુમલા પછી તેના ધૂમાડાને લીધે મોસ્કોનાં ચારે વિમાન ગૃહો પરથી ઉડાનો રોકવા પડયાં હતાં.
રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાતભર થયેલા ડ્રોન હુમલાઓ પૈકી ૫૫૫ ડ્રોન તો અમે તોડી પાડયાં છે. ૨૦૦ જેટલાં ડ્રોનને મોસ્કો તરફ આવતાં માર્ગમાં જ તોડી પાડ્વામાં આવ્યાં હતાં.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે કીવ ઉપર તાજેતરમાં થયેલા હુમલાઓના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા છે.
આ સપ્તાહના પ્રારંભમાં યુનેસ્કોએ જે કેથેડ્રલ વિશ્વવિરાસતમાં નોંધ્યું છે. તેવાં કીવ પેસેર્સ્ક બામરા મડ પરિસરનાં ડોર્મિશન કેથેડ્રલ ઉપર પણ હુમલા થાય હતા.
મોસ્કો પર થયેલા આ હુમલાઓમાં મોસ્કોનાં ચારે એરપોર્ટસને નિશાન બનાવાયાં હતાં. તેથી ઉડ્ડયનો રદ થયાં હતાં.
ઉલ્લેખનીય તો તે છે કે પુતિન જ્યારે કાઝાનમાં થાઇલેન્ડ, વિયેતનામ, કમ્બોડીયા, મલેશિયા, સિંગાપુર અને ફીલીપાઈન્સના આસીઅન દેશોના વડાઓની શિખર પરિષદ બોલાવી તે પહેલાં થોડા કલાકે જ યુક્રેને મોસ્કો ઉપર ભીષણ ડ્રોન હુમલો કર્યો હતો, રશિયન એર ડીફેન્સ પણ તે સામે લાચાર લાગતું હતું.



