ટ્રમ્પને મોટો ઝટકો: ખાસ ગણાતા કેવીન વોર્શે કરી નાખ્યો મોટો ખેલ, અમેરિકાની મુશ્કેલી વધવાના સંકેત | Trump Faces Setback As Kevin Warsh Signals Rate Hike Amid Rising US Inflation

![]()
Federal Reserve On US Inflation : અમેરિકામાં વધતી જતી મોંઘવારી વચ્ચે ફેડરલ રિઝર્વ બૅંકના નવા ચેરમેન કેવિન વૉર્શે પોતાની પહેલી જ બેઠકમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ઝટકો આપ્યો છે. કેવિન ટ્રમ્પના ખૂબ જ નજીકના, પસંદગીના અને ખાસ ગણા છે, જોકે તેમણે એવી જાહેરાત કરી છે, જેનાથી વ્હાઇટ હાઉસને મોટો આંચકો લાગવાની સાથે સ્ટોક માર્કેટમાં પણ મોટો કડાકો બોલી ગયો છે.
ફેડરેલ બૅંકના નવા ચેરમેને આપેલા સંકેતથી મોંઘવારી વધવાના એંધાણ
વાત જાણે એમ છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ અને વિવાદ તો ખતમ થઈ ગયો છે, પરંતુ તેની અસરો હજુ પણ અમેરિકન પ્રજા ભોગવી રહી છે. દેશમાં એવી મોંઘવારી છે કે, પ્રજા તોબા પોકારી ગઈ છે. અસહ્ય મોંઘવારી છતાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વ્યાજ દરો ઘટાડવા માટે સતત દબાણ કરતા હતા. જોકે બૅંકના નવા ચેરમેન વૉર્શે ટ્રમ્પની માંગથી તદ્દન વિપરીત થવાના સંકેત આપી દીધા છે. વૉર્શે પોતાની પ્રથમ બેઠકમાં વ્યાજ દર ઘટાડવાની વાત તો દૂર રહી, તેનાથી વિપરીત વ્યાજ દર વધવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે.
અમેરિકામાં મોંઘવારી 3 વર્ષના ઉચ્ચ સ્તરે
ફેડરલ રિઝર્વ બૅંકની યોજાયેલી બેઠકમાં મોંઘવારી દરને 3.5 ટકાથી 3.75 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે. બીજી તરફ અમેરિકામાં મોંઘવારી દર 3 વર્ષના ઉચ્ચ સ્તરે 4.2 ટકા પર પહોંચી ગયો છે, જે બૅંકના 2 ટકા લક્ષ્યાંકથી બમણો છે. વૉર્શે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘મોંઘવારી એક વિકલ્પ છે અને કેન્દ્રીય બૅંકનું મુખ્ય કામ દેશમાં ભાવ સ્થિર લાવવાનો છે.’
વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં થાય, વધશે : કેવિન વૉર્શ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) તાજેતરમાં કહ્યું હતું કે, ‘હું મોંઘવારી દર ઘટાડવા ઇચ્છું છું, પરંતુ હું વૉર્શના કામમાં દખલગીરી નહીં કરું.’ બીજીતરફ કેવિન વૉર્શે કહ્યું કે, ‘વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં થાય અને આ વર્ષે એક વખત તેમાં વધારો થવાની સંભાવના છે.’ બૅંકના આ નિવેદન બાદ અમેરિકન સ્ટોક માર્કેટમાં કડાકો નોંધાયો છે. ડાઉ જોન્સમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો મોંઘવારી નહીં ઘટે તો બૅંક સપ્ટેમ્બર સુધીમાં વ્યાજ દર વધારવા મજબૂર થઈ શકે છે.
આ પણ વાંચો : અમેરિકા-ઈરાન શાંતિ કરાર: ટ્રમ્પે રશિયા-ચીનનો માન્યો આભાર, પણ મિત્ર દેશો પર ભડક્યા



