दुनिया

ઇરાન કરાર નહીં પાળે તો બોમ્બમારો કરીશ : ટ્રમ્પ | Will bomb Iran if it doesn’t comply with deal: Trump



– અમેરિકા-ઇરાન શાંતિ કરારના દસ્તાવેજો લીક થયા

– ઇરાને સમજૂતી પહેલા જ ફાયદો ઉઠાવવા માંડયોઃ હોર્મુઝમાં ૪૮ લાખ બેરલની ક્ષમતાવાળા ત્રણ ઓઇલ ટેન્કરો નીકળ્યા

– ઇરાનને બેઠું કરવા માટે 300 અબજ ડોલર તો શું કાણી પાઈ પણ નહીં આપું અને બીજાને આપવાનું પણ નહીં કહુંઃ ટ્રમ્પ

– ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યાના અહેવાલો વચ્ચે ઇઝરાયેલ અંગે અમેરિકાનું વલણ યથાવત્ હોવાના દાવા

દુબઈ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જી-૭માં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇરાન સાથે કોઈ શાંતિ કરાર થયો નથી. આ તો ફક્ત મેમોરેન્ડમ ઓફ અંડર સ્ટેન્ડિંગ (એમઓયુ) છે. કરાર પર તો શુક્રવારે સહી થશે. જો તહેરાન કરારમાં નિર્દિષ્ટ કરેલી શરતોનું પાલન નહીં કરે તો અમેરિકા તેના પર ફરીથી બોમ્બ વરસાવવાનું શરૂ કરશે તેવી ધમકી પણ ટ્રમ્પે આપી હતી. આમ હજી યુદ્ધના વાદળો સાવ હટી ગયા નથી. 

ટ્રમ્પે આ યુદ્ધમાં મધ્યસ્થી કરનારા ઇજિપ્શિયન પ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સિસીની હાજરીમાં આ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇરાનની વર્તણૂક કરાર મુજબ યોગ્ય નહીં રહે તો અમે તરત જ તેમના પર બોમ્બિંગ ચાલુ કરીશું. તેઓ છેલ્લા ૪૭ વર્ષથી અયોગ્ય વ્યવહાર કરી રહ્યા છે. તેમણે આ વાત ખાસ કરીને ૧૯૭૯ પછી ઇરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ તેના સંદર્ભમાં આ વાત જણાવી હતી. 

અમેરિકા અને ઇરાન વચ્ચે હજી ડીલ પર સહી પણ થઈ નથી તે પહેલા જ ઇરાને બરોબર તેનો ફાયદો ઉઠાવવાનો પ્રારંભ કરી દીધો છે. સહી થતાં પહેલા ઇરાનના કમસેકમ ત્રણ ઓઇલ ટેન્કર હોર્મુઝની ખાડીમાંથી બહાર નીકળી ચૂક્યા છે અને તેના પર ૩૮ લાખ બેરલ ક્રૂડ ઓઇલ લદાયેલું છે, તેની મુખ્યત્વે ચીનમાં નિકાસ થઈ રહી છે. ચીન ઇરાન પાસેથી અત્યંત ડિસ્કાઉન્ટમાં ઓઇલની ખરીદી કરી રહ્યુ છે.

ટ્રેકર ટ્રેકિંગ સેવા ટ્રેકરટેન્કર્સ ડોટ કોમે ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (એઆઈએસ)ના આધારે અનુમાન લગાવ્યું છે કે નેશનલ ઇરાનિયન ઓઇલ ટેન્કર કંપની (એનઆઇસી)ના કમસેકમ બે ટેન્કર અમેરિકાની ઘેરાબંધીવાળા વિસ્તારમાંથી પસાર થઈ ચૂક્યા છે. છેલ્લા બે મહિનામાં ઇરાનમાંથી ક્રૂડ ઓઇલની આ પ્રથમ નિકાસ છે. બે જહાજ પસાર થઈ ગયા છે અને અન્ય એક જહાજ અમેરિકન ઘેરાબંધીની નજીક પહોંચી ગયું છે તે પછી તુર્તજ ત્રીજું ટેન્કર ‘સ્વેઝમેક્ષ’ ૧૦ લાખ બેરલ ક્રૂડ લઈ બહાર નીકળ્યું છે. આમ કુલ ૪૮ લાખ બેરલ ક્રૂડ નિકાસ થઈ રહ્યું છે..શુક્રવારે સમજૂતી થવાની સાથે જ ઇરાનને ઓઇલનું વેચાણ કરવાની છૂટ મળી જશે અને ઇરાન તેનો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં છે.

અમેરિકા-ઇરાન વચ્ચેના વચગાળાના કરારના લીક થયેલા દસ્તાવેજો મુજબ ઇરાન હોર્મુઝ ખોલશે અને તેના ઉત્પાદનનું વેચાણ કરી શકશે એમ જણાવાયું છે. આ કરારમાં જણાવાયું છે કે ઇરાનને યુદ્ધ પછી બેઠા થવા માટે ૩૦૦ અબજ ડોલર મળશે. આના પર ફોડ પાડતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનને બેઠા કરવા માટે ૩૦૦ અબજ ડોલર તો શું કાણી પાઈ પણ નહીં આપું. તેમણે જણાવ્યું હતું કે અમે ઇરાનમાં ફદીયાનું પણ રોકાણ કરવાના નથી. અમારી પાસે તેટલું ફંડ જ નથી. આ ઉપરાંત હું બીજા દેશોને પણ નહીં જણાવું કે તેઓ ઇરાનમાં રોકાણ કરે, તેઓ તેમની મરજી મુજબનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. આ પહેલા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ પણ કહી ચૂક્યા છે કે અમેરિકા ઇરાનને બેઠા કરવા માટે કશું આપવાનું નથી. આરબ દેશોની ઇચ્છા હોય તો તે ઇરાનમાં રોકાણ કરે. 

તેના પછી પરમાણુ કરાર પર સંમતિ થઈ તો અમેરિકાએ તેણે લાદેલા અને યુએન દ્વારા લાદવામાં આવેલા બધા જ પ્રકારના પ્રતિબંધો ઉઠાવી લેશે. આ કરાર થશે તો વોશિંગ્ટનમાં તેની આકરી ટીકા થશે અને ઇઝરાયેલના પીએમ નેતન્યાહુની સ્થિતિ વસમી થાય તેમ માનવામાં આવે છે. બીજું આ ડીલના લીધે ઘરઆંગણે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુની સ્થિતિ અત્યંત વસમી થઈ છે. ટ્રમ્પે એકબાજુએ બીબી સાથે વ્યક્તિગત સંબંધો સારા છે તેમ જણાવ્યું છે, પરંતુ બીજી બાજુ લેબનોન પર આક્રમણ કરવા બદલ તેમને ઝાટકી નાખ્યા છે. તેમણે નેતન્યાહુને ક્રેઝી અને અડિયલ સુદ્ધા કહી દીધા છે. તેમના કારણે એક સમયે તો ઇરાન સાથેનું ડીલ પાટા પરથી ઉતરી જાય તેમ હતુ તેવું તેમણે જાહેરમાં જણાવ્યું છે. તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયેલનું અસ્તિત્વ જ મારા કારણે છે. જ્યારે નેતન્યાહુને જણાવ્યું છે કે જો હું ન હોત તો તું જેલમાં હોત. નેતન્યાહુ તેમના કાર્યકાળમાં ચાર અમેરિકન પ્રમુખો સાથે કામ કરી ચૂક્યા છે, પરંતુ બધાને નેતન્યાહુના વલણથી તકલીફ હતી, પરંતુ તેમની જાહેરમાં આવી ટીકા કોઈએ કરી નથી. ટ્રમ્પની આ પ્રકારની ટીકાથી ડેમોક્રેટ્સને આંચકો લાગ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકામાં રહીને ઇઝરાયેલની કાળજી લેતા યહૂદીઓનું આ રીતે અપમાન કરી રહ્યા છે. જ્યારે રિપબ્લિકનના સમર્થક યહૂદીઓનું કહેવું છે કે ટ્રમ્પે જેટલો સમર્થન ઇઝરાયેલનું કોઈએ કર્યુ નથી. આ ફક્ત તેમનો આક્રોશ છે. ઇઝરાયેલ અંગેના તેમના વલણમાં કોઈ ફેર પડયો નથી. 

ઇરાન સાથેના ટ્રમ્પના કરારને જી-7નું સમર્થન

એવિયન : જી-૭ના લીડરોએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ઇરાન સાથે યુદ્ધ અટકાવવાના અને હોર્મુઝ ખોલવાના કામચલાઉ કરારનું સંપૂર્ણ સમર્થન ક્રયુ હતુ. જો કે હવે તેનો અમલ કઈ રીતે કરવામાં આવશે તેને લઈને તેઓ સાશંકિત છે. જી-૭ના આગેવાનોએ આ કરારને ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાની ઐતિહાસિક તક ગણાવી હતી. 

જી-૭ના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ તેના અમલ માટે જે પ્રદાન કરવું હોય તેના માટે તૈયાર છે. જો કે વ્હાઇટ હાઉસ કે ઇરાન બંનેએ આ કરારની ટેક્સ્ટ જારી કરી નથી. જો કે કરારની લીક થયેલી કોપી મુજબ ઇરાન કરાર થતાં તાત્કાલિક હોર્મુઝની ખાડી ખોલશે અને કોઈપણ પ્રતિબંધો વગર ઓઇલનું પરિવહન થવા દેશે. 



Source link

Related Articles

Back to top button