दुनिया

કાશ્મીર છોડો, સબસીડી તમારાં મોં પર મારીશું, POK માં પાક. સામે બળવો : ભારત સાથે વેપારની માગ | Leave Kashmir we will slap subsidies on your face revolt against Pak in POK



– પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં આંદોલને પાક. સરકારને પડકારી :  POK  નેતા અમન કાશ્મીરીએ વિરોધ વંટોળ જગાવ્યો

નવી દિલ્હી : પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીર ( POK ) વીજળી બિલો ઘઉંના ભાવ અને આર્થિક સંકટ સામે શરૂ થયેલું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું છે. જે પહેલાં તો સબસીડી, મોંઘવારી અને પ્રશાસનિક નીતિઓ વિરૂદ્ધ પૂરતું સીમિત હતું પરંતુ હવે પાકિસ્તાનની ભૂમિકા, તેનાં પ્રશાસનિક નિયંત્રણ અને સૈન્ય અડ્ડાઓ ઉપર સીધા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે.

રાવલકોર્ટમાં યોજાયેલી એક વિશાળ સભામાં જમ્મુ કાશ્મીર જોઇન્ટ આવામી એકશન કમીટી (જેએએસી) અને આવામી એકશન કમીટીના નેતાઓએ પાકિસ્તાન સામે તીવ્ર પ્રહારો કર્યા હતા. પીઓકેના મુખ્ય મથક મુઝફરાબાદ નજીકનાં રાવલકોર્ટમાં યોજાયેલી એક વિશાલ સભામાં આંદોલનકારી નેતા સરદાર અમન કાશ્મીરીએ ઇસ્લામાબાદનાં શાસનતંત્ર અને સૈન્ય છાવણીઓ અંગે ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું : ‘અમે સબસીડી તમારાં મોં પર મારીશું તમે ‘કિલ્લાઓમાંથી’ બહાર તો આવો તમારાં મિસાઇલ્સનો અમને ડર નથી. તે અમારે હવાલે કરી દો. અમારી વાત તો અમે જ જાણીએ તમારૃં તેમાં શું કામ છે ?’ આ સાથે તેમણે ભારત સાથે વ્યાપાર માર્ગો ખોલવાની પણ તેમનાં પ્રવચનમાં માગણી કરી હતી. સાથે કહ્યું કે હવે કાશ્મીરીઓએ અન્ય વિકલ્પો જ શોધવા રહ્યા.

સરદાર અમન કાશ્મીરીએ પાકિસ્તાનની તે દલીલ પણ ફગાવી દીધી કે જેમાં તે તેનાં સૈન્યની હાજરીને યોગ્ય ઠરાવી હતી. સાથે કહ્યું કે ભારત સામે બચાવ કરવાની જરૂર જ નથી. છતાં જો જરૂર પડે તો તે અમારો પ્રશ્ન છે. તમારો નહીં.

આ ઉપરાંત સરદારે પાકિસ્તાન ઉપર પ્રાકૃતિક સંસાધનોનાં દોહનનો પણ આક્ષેપ મુક્યો હતો. વિશેષજ્ઞાો કહે છે કે પાકિસ્તાન પોતાને કાશ્મીરીઓના આત્મનિર્ણયનું સમર્થક જણાવે છે પરંતુ પીઓકેમાં જાગી રહેલો અવાજ દબાવવાનું કામ કરે છે.



Source link

Related Articles

Back to top button