दुनिया

‘હું આ વર્ષે…’ PM મોદીએ કેનેડાના PMને જે કહ્યું, કાર્ની થઈ રહ્યા હશે ખુશ | PM Modi Meets Canada PM Mark Carney At G7 Summit



PM Modi Mark Carney Meet : ફ્રાન્સના એવિયાં શહેરમાં ચાલી રહેલા G-7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે એક અત્યંત હાઈ-પ્રોફાઈલ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મહા-મુલાકાતમાં પીએમ મોદીએ આ જ વર્ષે કેનેડાના પ્રવાસે જવાનું મોટું આમંત્રણ સ્વીકારી લીધું છે. બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA)ને વહેલી તકે આખરી ઓપ આપવા માટે મોટો દાવ ખેલાયો છે. આ ઉપરાંત એનર્જી, ટેકનોલોજી અને કેનેડામાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓની સુરક્ષાને લઈને પણ એક મજબૂત વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.

કાર્નીના શાસનમાં ભારત-કેનેડાના સંબંધો ‘નેક્સ્ટ લેવલ’ પર

ભૂતપૂર્વ વડાપ્રધાન ટ્રુડોના સમયગાળા દરમિયાન ભારત અને કેનેડા વચ્ચે જે કડવાશ પેદા થઈ હતી, તે હવે માર્ક કાર્નીના શાસનમાં ધીમે-ધીમે દૂર થઈ રહી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અનેક પ્રસંગોએ ભારત સાથેના સંબંધો સુધારવાના પ્રયાસો કરતા જોવા મળ્યા છે. G-7 સમિટથી અલગ યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ ભારત-કેનેડાના દ્વિપક્ષીય સંબંધોને આગામી સ્તર પર લઈ જવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પીએમ મોદી આ વર્ષે કેનેડાના પ્રવાસે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડિયન પીએમ માર્ક કાર્ની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મને ખૂબ જ આનંદ છે કે, આપણી પ્રથમ મુલાકાત G-7માં થઈ હતી અને આજે આપણે એક વર્ષ પછી ફરી મળી રહ્યા છીએ. આપણે અત્યાર સુધીમાં 4 વાર મળી ચૂક્યા છીએ. આપણે આપણા દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર ખુલીને વાતચીત કરી રહ્યા છીએ, અને સાચા મિત્રો તરીકે મહત્વપૂર્ણ પ્રગતિ કરી રહ્યા છીએ.’

પીએમ મોદીએ ઉત્સુકતા દર્શાવતા કેનેડાના પીએમને કહ્યું કે, ‘તમે મને કેનેડા આવવા માટે જે આમંત્રણ આપ્યું છે, તે બદલ આભાર. હું પૂરો પ્રયાસ કરીશ કે આ જ વર્ષે કેનેડાના પ્રવાસે આવું. મારો પ્રયાસ રહેશે કે મારા કેનેડા પહોંચતા પહેલા જ આ ઐતિહાસિક વ્યાપાર કરાર (FTA)ને અંતિમ રૂપ આપી દેવામાં આવે.’

FTAથી લઈને એનર્જી સિક્યોરિટી સુધીના મહત્વના મુદ્દાઓ

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં માત્ર વેપાર જ નહીં, પરંતુ અન્ય મહત્વના ક્ષેત્રો પર પણ પાયાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટેકનોલોજી: પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારત અને કેનેડા ટેકનોલોજીના ક્ષેત્રમાં હવે ખૂબ આગળ વધવા માંગે છે.

ઊર્જા સંકટનું સમાધાન: ભારતની વધતી જરૂરિયાતોને જોતાં ઊર્જા સુરક્ષા (Energy Security)ના ક્ષેત્રમાં કેનેડા ભારતનું એક ખૂબ જ મોટું અને મહત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે.

ભારતીય પ્રવાસીઓનું સન્માન: પીએમ મોદીએ કેનેડામાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી. તેમણે કેનેડિયન પીએમનો આભાર માનતા કહ્યું કે, ‘ભારતીય પ્રવાસી સમુદાય પ્રત્યેની તમારી ચિંતા અને સંવેદનશીલતા માટે હું તમારો દિલથી આભારી છું.’

G-20 પહેલા CEPA નો લક્ષ્યાંક પૂર્ણ કરાશે

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જાહેરાત કરી છે કે, ભારત અને કેનેડા વચ્ચેના વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA)ને ડિસેમ્બરમાં યોજાનારી G-20 શિખર સંમેલન પહેલાં કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પીએમ મોદી સાથેની આ મહા-બેઠક બાદ કાર્નીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ ઐતિહાસિક વ્યાપાર કરારનો સીધો હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારની ગતિને વધારીને સીધી બમણી કરવાનો છે.



Source link

Related Articles

Back to top button