दुनिया

ઈટાલીના PM મેલોનીએ પાકિસ્તાનને કેમ કહ્યું થેન્ક યુ? શાંતિ કરાર અંગે આપ્યું મોટું નિવેદન | italy giorgia meloni praised pakistan and qatar mediation us iran deal



Giorgia Meloni Praised America-Iran Deal:  અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી ડીલમાં પાકિસ્તાન અને કતારે મધ્યસ્થતા કરી છે. ઈસ્લામાબાદ શરૂઆતથી જ આમાં વચેટિયાની ભૂમિકા ભજવતું આવ્યું છે. હવે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ શાંતિ કરાર બદલ પાકિસ્તાનનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ‘હું તમામ મધ્યસ્થોનો આભાર વ્યક્ત કરું છું.’  તમને જણાવી દઈએ કે, મેલોની ઉપરાંત ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના નેતાઓએ પણ પાકિસ્તાન અને કતારનો આભાર માન્યો છે.

ઈટાલીના PM મેલોનીએ પાકિસ્તાનનો આભાર માન્યો

જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, અમે ફ્રાન્સ, જર્મની અને યુનાઈટેડ કિંગડમ સાથે મળીને તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારનું સ્વાગત કર્યું છે. અમે આ કરારને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર તમામ મધ્યસ્થોનો દિલથી આભાર માનીએ છીએ છે, ખાસ કરીને કતાર અને પાકિસ્તાનનો જેમના કારણે આ કરાર શક્ય બન્યો છે.

મેલોનીએ આગળ કહ્યું કે, ‘આ શાંતિની એક એવી તક છે જેને હાથમાંથી ન જવા દેવી જોઈએ. ઈટાલી હંમેશાની જેમ વ્યાપક કરારની દિશામાં રાજદ્વારી પ્રક્રિયાને સમર્થન આપવા માટે તૈયાર છે.’ તેમણે આગળ કહ્યું કે, ‘એ વાત એકદમ સ્પષ્ટ છે કે ઈરાન પરમાણુ હથિયારો મેળવી શકે નહીં અને દરિયાઈ પરિવહનની સ્વતંત્રતાની ગેરંટી હોવી જોઈએ.’

લેબનોન અંગે શું બોલ્યા મેલોની

તેમણે આગળ કહ્યું કે, ‘અમે અન્ય સહયોગીઓ સાથે મળીને અને જરૂરી સંસદીય મંજૂરી મળ્યા બાદ હોર્મુઝને સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે આંતરરાષ્ટ્રીય નૌકાદળની હાજરીમાં યોગદાન આપવા તૈયાર છીએ.’ આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ‘લેબનોનમાં પણ લડાઈ અટકવી જરૂરી છે, જ્યાં ઈટાલી લેબનોનની સાર્વભૌમત્વનું સમર્થન કરવા માટે કામ કરતું રહેશે.’

આ પણ વાંચો: શાંતિ કરાર બાદ હોર્મુઝ પર નવો સસ્પેન્સ! ટ્રમ્પના ‘ટોલ ફ્રી’ના દાવા બાદ ઈરાનનો ચોંકાવનારો જવાબ

યુરોપિયન નેતાઓનું નિવેદન

યુરોપિયન નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અમે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી એમઓયુ (MOU)ની જાહેરાતનું દિલથી સ્વાગત કરીએ છીએ અને અમે આ ડિપ્લોમેટિક સફળતા પર અમેરિકા અને ઈરાનની સરકાર સહિત આમાં સામેલ તમામ લોકોને અભિનંદન પાઠવીએ છીએ, જેમાં પાકિસ્તાન, કતાર અને અન્ય તમામ મધ્યસ્થો પણ સામેલ છે.’  નેતાઓએ હવે એ વાત પર વિશેષ ભાર મૂક્યો છે કે, ‘એ ખૂબ જ જરૂરી છે કે વિસ્તૃત વાતચીત પૂર્ણ થાય અને આ કરાર ઝડપથી તેમજ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે. અમે આ પ્રયાસમાં મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.’



Source link

Related Articles

Back to top button