दुनिया

ઈરાનની ડીલ અમને અસ્વિકાર્ય, અમે અમેરિકાના ગુલામ નથી : ઈઝરાયલનો લેબેનોન પર હુમલો | Iran deal unacceptable to us we are not slaves of America: Israel’s attack on Lebanon



– લેબેનોનના જવતાર, મરકબા અને ખિયામ જેવા શહેરોમાં ઈઝરાયલનો ભારે મિસાઈલમારો

– શાંતિ સમજૂતીના ભાગરૂપે ઈરાન ઉપરાંત લેબેનોનમાં પણ હુમલા બંધ થશે તેવા ટ્રમ્પના દાવાનું નેતાન્યાહૂએ કલાકોમાં જ સૂરસૂરિયું કર્યું

– અમે આંતરરાષ્ટ્રીય કરારનો ભાગ નથી, હિઝબુલ્લાહ પર હુમલા રોકાશે નહીં અને લેબેનોની જમીન પણ પાછી નહીં આપીએ : ઈઝરાયલના ડિફેન્સ મંત્રી

તેલ અવીવ : ઈરાન-અમેરિકાના શાંતિ કરારને માન્ય રાખવાનો ધરાર ઈનકાર કરીને ઈઝરાયલે લેબેનોનના શહેરો પર ભયાનક હુમલા કર્યા હતા. ઈઝરાયલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે હુમલા અટકાવશે નહીં. આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહને કેટલું નુકસાન થયું તેની જાણકારી ઈઝરાયલે આપી ન હતી. દક્ષિણ લેબેનોનના અધિકારીઓએ પણ વિગતો જાહેર કરી ન હતી. હવાઈ માર્ગે ઉપરાંત જમીની હુમલા કર્યા હોવાની શક્યતા છે. ઈઝરાયલે લેબેનોનની જમીન કબજે કરી છે તે પણ આપવાનો ઈનકાર કર્યો હતો. આ હુમલાની અસર ટ્રમ્પના શાંતિ કરારમાં થશે એટલે નેતાન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે પણ તંગદિલી વધશે.

ટ્રમ્પે ઈરાનના શાંતિકરારના ભાગરૂપે લેબેનોનમાં પણ હુમલા બંધ થશે એવી ખાતરી આપી હતી, તેની કલાકોમાં જ આ દાવાનું ઈઝરાયલે સૂરસૂરિયું કરી નાખ્યું હતું. ઈઝરાયલે ઈરાનનું સમર્થન કરતાં હિઝબુલ્લાહ સહિતના આતંકી અને બળવાખોર જૂથો પર હુમલા શરૂ રાખ્યા હતા. તેના ભાગરૂપે લેબેનોનમાં જવતાર, મરકબા અને ખિયામ જેવા શહેરોમાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરી હતી. ડ્રોન હુમલા અને મિસાઈલમારો કર્યો હતો. સમજૂતી પ્રમાણે ઈરાને ડિમાન્ડ રાખી છે કે ઈઝરાયલે દક્ષિણ લેબેનોનમાંથી સૈન્ય હટાવી દેવાનું રહેશે, પરંતુ ઈઝરાયલે સ્પષ્ટ ના પાડી દીધી હતી. એટલું જ નહીં, જમીનનો કબજો પણ જતો કરવાની તૈયારી બતાવી નથી.

ઈઝરાયલે કહ્યું હતું કે ઈરાન સાથેની કોઈ પણ શાંતિ વાર્તા ભરોસેમંદ નથી. પરમાણુ કાર્યક્રમ જ્યાં સુધી નેસ્તનાબુદ નહીં થાય ત્યાં સુધી કોઈ ડીલ શક્ય નથી. ઈઝરાયલ તેની સંપ્રભુતા સાથે કોઈ સમજૂતી નહીં કરે. ઈઝરાયલના ડિફેન્સ મંત્રી બેન ગ્વિરે કહ્યું હતું કે અમે અમેરિકાને આધિન નથી, અમેરિકાના કરારો પાળવા માટે બંધાયેલા નથી. ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કરારોનું પાલન કરવા પણ બંધાયેલું નથી, કારણ કે જ્યારે જ્યારે કરારોનું પાલન કર્યું છે ત્યારે ત્યારે ઈઝરાયલને નુકસાન ભોગવવું પડયું છે.

અમેરિકા-ઈરાનના શાંતિ કરાર સામે પાંચ પડકારો

અમેરિકા-ઈરાન વચ્ચે ૧૯મી જૂને શાંતિ કરારમાં  આખરી સહી-સિક્કા થઈ જશે તેમ લાગે છે. પરંતુ તેથી મિડલ-ઇસ્ટમાં શાંતિની ગેરન્ટી મળશે નહીં. ઈઝરાયેલનાં વલણથી શરૂ કરી ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે થનારી મહત્વની મંત્રણા તો બીજી તરફ ટ્રમ્પની અનિશ્ચિત નીતિ તે એવા પ્રશ્નો છે કે તેની સાથેના બીજા પ્રશ્નો આ ઐતિહાસિક ડીલ અંગેનાં ભવિષ્યનો ફેંસલો કરી શકે. આ પાંચ પડકારો આ પ્રમાણે છે :-

(૧) પહેલો પડકાર : આ સમજૂતી નીચે થયેલો યુધ્ધ-વિરામ ૬૦ દિવસ સુધી ટકી શકશે કે કેમ ? એક જ હુમલો બધી મહેનત ઉપર પાણી ફેરવી દઈ શકે તેમ છે. આ સમજૂતીમાં સ્પષ્ટ વાત છે કે યુધ્ધ-વિરામ દરેક મોર્ચાએ થવો જોઈએ. ઈઝરાયેલે તો સ્પષ્ટ કહ્યું છે કે આ ડીલ ભાગીદાર નથી. જો આ સીઝ ફાયર દરમિયાન ઈઝરાયેલ લેબેનોન પર ફરી હુમલો કરે તો ઈરાન તેને સીઝ ફાયરનું ઉલ્લંઘન માનશે.

(૨) બીજો પડકાર : હોર્મુઝની ખાડી વહેલામાં વહેલી તકે ખોલવી તે છે. દુનિયામાં કુલ તેલ વ્યાપારનો ૨૦ ટકા હિસ્સો આ સ્ટ્રેઇટસમાંથી પસાર થાય છે. તે બંધ થતાં તેલ મોંઘું બન્યું છે, તેની અમેરિકાથી શરૂ કરી ભારત અને ચીન સહિત દુનિયાના લગભગ દરેક દેશ ઉપર થઈ છે. રેફર યુનિ.ના પ્રોફેસર રોકફોર્ડે વેટઝે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેઇટસમાં પથરાયેલી સુરંગો હઠાવવામાં અને ક્ષતિગ્રસ્ત વિસ્તારોની મરમ્મત કરવામાં ઘણો સમય જાય તેમ છે.

(૩) ત્રીજો પડકાર :  શું ૬૦ દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે સહમતિ યોજાઈ શકશે? આ પ્રશ્ન બંને દેશો માટે સંવેદનશીલ છે. છેલ્લા બે વર્ષમાં પરમાણુ મુદ્દે જ અમેરિકાએ બે વખત ઈરાન પર હુમલા કર્યા છે. તે સંયોગોમાં તેની કોઇ ખાતરી આપી શકે કે ટ્રમ્પ અને તેની સેના ફરી હુમલા નહીં કરે.

(૪) ચોથો પડકાર : ઈરાનની વાત લઇએ તો ઈઝરાયેલ – અમેરિકા હુમલાથી તબાહ થયેલા તેના શહેરો ફરી બેઠા કરવાનો પડકાર બહુ મોટો છે. હજી સુધીમાં જે વાત મળી શકી છે તે પ્રમાણે અમેરિકા વિદેશોમાં જપ્ત કરેલી ઈરાનની સંપતિ છૂટી કરવાનો પ્રશ્ન ઘણો ગંભીર છે. અમેરિકી અધિકારીએ એક્ષીઓસને જણાવ્યું હતું કે જયાં સુધી ઈરાન તેના વચનો પૂરા ન કરે ત્યાં સુધી જપ્ત સંપતિ છૂટી નહીં કરાય.

(૫) પાંચમો પડકાર : આ બધા સાથે બંનેએ તેમના શબ્દ યુધ્ધો બંધ કરે તે મહત્વનું છે. તેઓ જુબાની -જંગ બંધ કરે તેની કોઈ ખાતરી નથી. નક્કર હકિકત તો તે છે કે બંને શબ્દ-યુધ્ધમાં મર્યાદા ઓળંગી જાય છે.



Source link

Related Articles

Back to top button