તાઈવાનની એજન્સીએ ચીનાઓ જાસૂસી અંગે ટિપ્સ આપી શકે તે માટે વેબ-પેજ મૂક્યું | Taiwanese agency sets up web page to let Chinese people give tips on spying

![]()
ચીનમાં લોકોમાં ભારે અસંતોષ પ્રસરી રહ્યો છે
અગાઉ સીઆઈએ દ્વારા મેન્ડેરીન ભાષામાં વીડીયો વાયરલ કરીને અસંતુષ્ટ ચીની અધિકારીઓને સંપર્ક સાધવા કહેવાયું હતું
તેઈપી: ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી તો તંગદિલી ચરમ સીમાએ પહોંચી રહી છે. તેવે સમયે તાઈવાને ચીનના નાગરિકો માટે ગુપ્ત રીતે ‘ટિપ્સ’ આપવા અને માહિતી પહોંચાડવા એક વેબ-પેજ મુક્યું છે.
આ અંગે તાઈવાનની નેશનલ સિક્યુરીટી બ્યુરોએ જણાવ્યું હતું કે તેણે કેટલાયે લોકોનો સંપર્ક સાધ્યો છે. ચીનની કેટલીયે સંસ્થાઓનો પણ સંપર્ક સાધ્યો છે. જે દ્વારા અમોને જરૂરી માહિતી મળી રહે છે.
આ નિવેદનમાં તાઈવાનની નેશનલ સિક્યુરીટી બ્યુરોએ આગળ જણાવ્યું છે કે અમોને મળેલી માહિતી ઉપરથી જાણી શક્યા છીએ કે ચીનનું અર્થતંત્ર ભારે સંકડામણમાં આવી ગયું છે. તો બીજી તરફ રાજકીય પંજો પણ કઠોર બની રહ્યો છે. પરંતુ ખરી હકીકત તે છે કે ચીનની તળભૂમિ ઉપર હવે જીવનનિર્વાહ અંગે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. તે સાથે લોકોમાં ભારે અસંતોષ અને કચવાટ ફેલાઈ રહ્યો છે.
તાઈવાનના અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા, ઇઝરાયલ અને ઇંગ્લેન્ડની જાસૂસી સંસ્થાઓ જે ગતિવિધિ અપનાવે છે તેવી જ ગતિવિધિ અપનાવી રહ્યું છે.
ગત વર્ષે અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા મેન્ડેરીન ભાષામાં એક વીડીયો વાયરલ કર્યો હતો જેમાં અસંતુષ્ટ ચીની અધિકારીઓને તેમનો સંપર્ક સાધવા તથા માહિતી પૂરી પાડવા કહેવામાં આવ્યું છે.
આ પૂર્વે ચીને એક ઓન લાઈન પ્લેટફોર્મ વાયરલ કર્યું હતું. તેમાં અલગતાવાદી તત્વો તાઈવાન સ્વતંત્રતાના કાર્યકર્તાઓને જવાબદાર ગણી જુદા તારવી તેમના વિષે માહિતી પૂરી પાડવા જણાવવામાં આવ્યું હતું.
વાસ્તવમાં ચીનમાં ગૃહયુદ્ધ ચાલતું હતું ત્યારે જ ૧૯૪૯માં તાઈવાન ડૉ. સોનયાન સેન અને તેમના લેફટેનન્ટ ચ્યાંગ કાઈ શેક ના નેતૃત્વ નીચે તળભૂમિનાં ચીનથી અલગ પડી ગયું હતું.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેના મધ્યભાગમાં ચીનના પ્રમુખ શી-જીન પીંગ સાથે શિખર મંત્રણા યોજી હતી ત્યારે શી જીનપીંગે તેમને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તાઈવાન મુદ્દો સારી રીતે સંભાળવામાં નહીં આવે તો બંને દેશો વચ્ચે સંઘર્ષ ઊભો થશે.



