दुनिया

એન્થ્રોપિકના અત્યાધુનિક એઆઈ મોડેલ પર ટ્રમ્પ તંત્રનો પ્રતિબંધ | Trump administration bans Anthropic’s cutting edge AI model



– સરકારના નિર્ણયના પગલે કંપનીએ વિશ્વની માફી માંગી

– આ મોડેલ એડવાન્સ્ડ મિથોસનું લિમિટેડ વર્ઝન છે, કંપનીએ સાઇબર સિક્યોરિટીના ડરથી તેનું એક્સેસ અત્યંત મર્યાદિત રાખ્યું છે

– અમેરિકના-અમેરિકન સંસ્થા સિવાય તેના એડવાન્સ્ડ મોડેલનો ઉપયોગ કોઈ ન કરી શકે તેવું તંત્રનું ફરમાન

વોશિંગ્ટન : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ (એઆઈ) જાયન્ટ એન્થ્રોપિકે  જણાવ્યું હતું કે તેના અત્યાધુનિક મોડેલ્સ ફેબલ ફાઇવ અને મિથોસ ફાઇવને અમેરિકન સરકારના પ્રતિબંધના લીધે ઓફલાઇન કરી દીધા છે. કંપનીએ આ એડવાન્સ્ડ મોડેલ લોન્ચ કર્યા પછી ટ્રમ્પ તંત્રએ કોઈપણ વિદેશી અને બિનઅમેરિકન સંસ્થા પર તેના ઉપયોગને લઈને પ્રતિબંધ લાદ્યો છે. 

આમ અમેરિકાએ એડવાન્સ્ડ એઆઈ મોડેલ્સનું એક્સેસ મર્યાદિત કરવા માટે નિકાસ અંકુશ લાદીને મહત્ત્વનું પગલું લીધું છે. એન્થ્રોપિકે આ સપ્તાહે ફેબલને જારી કર્યુ હતુ. આ મોડેલ એડવાન્સ્ડ મિથોસનું લિમિટેડ વર્ઝન છે, કંપનીએ સાઇબર સિક્યોરિટીના ડરથી તેનું એક્સેસ અત્યંત મર્યાદિત રાખ્યું છે. સરકારના નિર્ણયના પગલે એન્થ્રોપિકે વિશ્વની માફી માંગી છે.

એન્થ્રોપિકે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ સરકારના નિર્ણય સાથે સંમત નથી. તેઓ આને સરકારી સ્તરે થયેલી ગેરસમજ માને છે. અમેરિકન સરકારના આદેશમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ચિંતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

કંપનીએ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે સરકાર પાસે અસલામત ગોઠવણીઓ બ્લોક કરવાની ક્ષમતા હોવી જોઈએ, આ બાબત પારદર્શક, યોગ્ય, સ્પષ્ટ અને ટેકનિકલ હકિકતોનો હિસ્સો હોવી જોઈએ. જ્યારે સરકારનું વર્તમાન પગલું આ સિદ્ધાંતો સાથે મેળ ખાતુ નથી. 

એન્થ્રોપિકે સરકારના પગલાંને ગેરસમજ ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેને આશા છે કે મોડેલ્સનું એક્સેસ વહેલામાં વહેલી તકે રિસ્ટોર થશે. વાણિજ્ય વિભાગે આ અંગે તાત્કાલિક જવાબ આપ્યો નથી. પ્રમુખ ટ્રમ્પે અત્યંત એડવાન્સ્ડ એઆઈ સિસ્ટમ્સના કારણે રાષ્ટ્રીય સુરક્ષા અંગેના જોખમને લઈને ફેડરલ સરકાર દ્વારા માળખુ પ્રસ્થાપિત જારી કરવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યાના દસ દિવસ પછી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એઆઈ ડેવલપરો દ્વારા તેમા ભાગીદારી સ્વૈચ્છિક છે એમ ઓર્ડરે જણાવ્યું હતું. 

ટ્રમ્પ તંત્રના આ નિર્ણયને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે જો અમેરિકા અત્યાધુનિક એઆઈ મોડેલો પર નિકાસ નિયંત્રણ વધુ આકરા કરે છે તો તેની અસર વૈશ્વિક એઆઈ ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય શોધ સહયોગ અને ટેકનિકલ પ્રતિસ્પર્ધા પર જોવા મળી શકે છે. 



Source link

Related Articles

Back to top button