राष्ट्रीय

પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit Key Bilateral Talks G7 Summit and Bharat Innovates Launch



PM Modi’s Europe Visit: પીએમ મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાના મહત્ત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેમનું શિડ્યુઅલ રાજદ્વારી બેઠકો, દ્વિપક્ષીય વાટાઘાટો અને બહુપક્ષીય કાર્યક્રમોથી ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગને વધુ મજબૂત કરવાનો છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પીએમ મોદીએ જણાવ્યું કે, ‘આગામી થોડા દિવસો દરમિયાન હું ફ્રાન્સ અને સ્લોવાકિયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ, જેમાં દ્વિપક્ષીય વાટાઘાટો, બહુપક્ષીય જોડાણો અને ભારતીય સમુદાય (ડાયસ્પોરા) સાથેની વાતચીત સામેલ છે. અમારો મુખ્ય ફોકસ આર્થિક તેમજ સાંસ્કૃતિક સંબંધોને વેગ આપવા પર રહેશે.’

ઇમેન્યુઅલ મેક્રોન સાથે ‘ભારત ઇનોવેટ્સ’નું ઉદ્ઘાટન

પીએમ મોદીના પ્રવાસની શરૂઆત ફ્રાન્સના નીસ (Nice) શહેરથી થશે. ભારત અને ફ્રાન્સ હાલમાં ‘ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ’ ઉજવી રહ્યા છે, જેના ભાગરૂપે ત્યાં ‘ભારત ઇનોવેટ્સ’ (Bharat Innovates) કાર્યક્રમ યોજાશે. પીએમ મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સંયુક્ત રીતે આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લેટફોર્મ પર ભારત, ફ્રાન્સ અને અન્ય દેશોના અગ્રણી સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સ એકસાથે આવશે. નીસમાં જ પીએમ મોદી અને પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે, જેમાં બંને નેતાઓ ભારત-ફ્રાન્સ સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સમીક્ષા કરશે.

1993 પછી પહેલીવાર: સ્લોવાકિયાની ઐતિહાસિક મુલાકાતે જશે પીએમ મોદી

ફ્રાન્સના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, પીએમ મોદી 14થી 16 જૂન દરમિયાન સ્લોવાકિયાના પ્રવાસે જશે. સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકોના આમંત્રણ પર યોજાઈ રહેલો આ પ્રવાસ ઐતિહાસિક છે, કારણ કે વર્ષ 1993માં સ્લોવાકિયાની આઝાદી પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સ્લોવાકિયા મુલાકાત છે. 

આ પણ વાંચો: અડધી રાતે પોલીસ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં ઘૂસી, અભિષેક બેનરજીએ પૂછ્યું- કંઈ મળ્યું?

પીએમ મોદી સ્લોવાકિયામાં પીએમ ફિકો સાથે ડેલિગેશન લેવલની વાતચીત કરશે અને પ્રમુખ પીટર પેલેગ્રીનીને પણ મળશે. આ ચર્ચા દરમિયાન વેપાર, રોકાણ, ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સહયોગની નવી તકો શોધવામાં આવશે.

ઈવિયન કપમાં G7 સમિટ અને પેરિસમાં વિવાટેક કોન્ફરન્સ

સ્લોવાકિયાની મુલાકાત બાદ પીએમ મોદી ફરી ફ્રાન્સ પરત ફરશે. તેઓ16-17  જૂન દરમિયાન ઈવિયનમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં તેઓ G7 દેશોના નેતાઓ, આમંત્રિત ભાગીદાર દેશોના વડાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ત્યારબાદ, 18  જૂનના રોજ તેઓ પેરિસ પહોંચશે, જ્યાં વધુ કેટલીક દ્વિપક્ષીય બેઠકો યોજાશે. પીએમ મોદી યુરોપની સૌથી મોટી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ ‘વિવાટેક સમિટ’માં પણ હાજરી આપશે અને પેરિસમાં વસતા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે.



Source link

Related Articles

Back to top button