दुनिया

અમેરિકા-ઇરાન વચ્ચે કરારનો ફરી સળવળાટ, આ વખતે રવિવારનો વાયદો! | The US Iran deal is in trouble again this time it’s promised for Sunday



– બેઠક જિનિવામાં યોજાય તેવી સંભાવના : જો કે ઇરાનનો નનૈયો

– ભારતના ત્રણ ખલાસીઓ મૃત્યુ પામ્યા તેનું ઠીકરું ટ્રમ્પે ઇરાન પર ફોડયું અને અમેરિકાએ બચાવ્યાના દાવો કર્યો

નવી દિલ્હી : અમેરિકા અને ઇરાન વચ્ચે ખાડીયુદ્ધ રોકવા માટે રવિવારે સુધીમાં શાંતિ સમજૂતી થવાની સંભાવના છે, જો કે આ અંગે બંને પક્ષ ખોંખારો ખાઈને વાત કરતા નથી. ટ્રમ્પ અને ઇરાનના વિદેશપ્રધાન અરાઘાચી બંનેએ પોસ્ટ કરી જણાવ્યું છે કે ડીલ હજી ફાઇનલ નથી.  રહ્યુ છે. ઇરાન તેમા હજી તે વાત પર અડેલું છે કે  સમજૂતીમાં લેબનોનમાં લડાઈ ખતમ કરવાની વાત સામેલ થવી જોઈએ. 

ઇઝરાયેલ આ વાત માનવા તૈયાર નથી અને લેબનોનનમાં હીઝબુલ્લાહ સામે લડી રહ્યું છે. આ શાંતિ સમજૂતીને શનિવાર સુધી અંતિમ ઓપ આપવામાં આવે તેવી સંભાવના છે, જેથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઇરાનની સંસદના વડા મોહમ્મદ બાકર કલીબાફ તેના પર સહી કરી શકે. આ માટે કોઈ સ્થળ હજી સુધી નક્કી થયું નથી, પરંતુ તેની બેઠક જિનિવામાં યોજાઈ શકે છે. રવિવારે ૧૪ જૂનના રોજ ટ્રમ્પનો જન્મદિવસ પણ છે. તેથી આ દિવસે ડીલ જાહેર થાય તો નવાઈ નહીં લાગે. ઇરાને સ્પષ્ટ કહી દીધું છે કે તે પરમાશુ શસ્ત્રો બનાવવા માંગતુ નથી. 

ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે અમે હવે ઇરાન પર હુમલા નહીં કરીએ, કેમકે સમજૂતી તૈયાર થઈ ગઈ છે. તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે તાજેતરમાં જ ઇરાન સાથેના યુદ્ધમાં શાનદાર ડીલ કરી છે. શુક્રવારે ઇરાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટ હેઠળ ઇરાન પર લગાવવામાં આવેલા ઓઇલ અંગેના પ્રતિબંધ હટાવવામાં આવશે, તેનું અબજો ડોલરનું ભંડોળ છૂટું કરવામાં આવશે અને લેબનોન સહિતના બધા જ મોરચા પર લડાઈ રોકવાની શરત મૂકવામાં આવશે.

ન્યુક્લિયર મુદ્દા પર પછી વાતચીત થશે. અમેરિકા એક એવી ડીલ ઇચ્છે છે જેથી તે પાકુ થઈ શકે કે ઇરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો ન બનાવે. બીજી બાજું ઇરાનનું પણ કહેવું છે કે તે આવા કોઈ શસ્ત્ર બનાવવા ઇચ્છતું નથી. આ શરતોમાં અમેરિકા તરફથી આપવામાં આવનારી બીજી મહત્ત્વની રાહતો પણ સામેલ છે. તેમા ઇરાનની આસપાસ પોતાનું લશ્કર હટાવવા ઉપરાંત બરબાદ થઈ ગયેલી ઇરાનની ઇકોનોમીને ફરીથી બેઠી કરવાનું આયોજન રજૂ કરવાનો સમાવેશ થાય છે. મેહરના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકા અને તેના સહયોગીઓએ ઇરાનને બેઠા કરવા માટે ૩૦૦ અબજ ડોલરની યોજના રજૂ કરવી જોઈએ. ટ્રમ્પે જણાવ્યુ હતું કે યુરોપમાં આ વીકેન્ડમાં ડીલ થઈ શકે છે. 

આ ઉપરાંત ભારતે અઠવાડિયામાં બીજી વખત અમેરિકન રાજદૂતને તલબ કરતાં ટ્રમ્પે ત્રણ ભારતીય ખલાસીઓના મોત માટે ઇરાનને જવાબદાર ગણાવ્યું હતું અને અમેરિકાએ તો ઇરાને ભારતીયો પર કરેલા હુમલાનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો હતો. 

ઇરાનની મસ્કની સ્ટારલિંક અને સ્પેસએક્સની નિશાન બનાવવા ચેતવણી

દુબઈ : અમેરિકા અને ઇરાનના ચાલતા યુદ્ધ વચ્ચે તાજેતરમાં ઇરાને મીડિયાને જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ઇલોન મસ્કની જેટલી પણ કંપનીઓ છે તે બધી તેના નિશાના પર છે. તેનો સીધો અર્થ એમ થાય કે ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓ ભયમાં મૂકાઈ શકે છે. આમ થાય તો ઇલોન મસ્કને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઇરાનનો આરોપ છે કે તેના દેશમાં સ્ટારલિંકની ડિવાઇસોને દાણચોરી દ્વારા પહોંચાડવામાઁ આવી રહી છે. તેના કારણે સરકાર વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. લોકો બહારના વિશ્વ સાથે સ્ટારલિંકની મદદથી જોડાય છે. ઇરાનની સરકારે દેશમાં કેટલીય વખત ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી હતી જેથી વિરોધ પ્રદર્શનોને રોકી શકાય. આમ છતાં સ્ટારલિંકની મદદથી લોકો ઇન્ટરનેટ બ્લોકને બાયબાસ કરી જતા હતા. ઇરાનનું કહેવું છે કે તેનાથી દેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં મુશ્કેલી પેદા થઈ. ઇરાનમાં સ્ટારલિંકનો ઉપયોગ કરવા બદલ બે વર્ષની સજા થઈ શકે છે. અહેવાલ મુજબ અમેરિકાએ હજારો સ્ટારલિંક ટર્મિનલ ખરીદીને ઇરાનની અંદર પહોંચાડવામાં મદદ કરી હતી, જેથી સરકાર વિરોધી ગુ્રપ બહારના વિશ્વ સાથે સંપર્ક જાળવી રાખી શકે. 



Source link

Related Articles

Back to top button