दुनिया

સ્પેસએક્સની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી સાથે ઇલોન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા | Elon Musk becomes the world’s first trillionaire with SpaceX explosion market entry



– ટેક્નોક્રેટ મસ્કના બજારહિસ્સાનું મૂલ્ય 1.1 લાખ કરોડ ડોલર

– આઇપીઓથી કંપનીનું બજારમૂલ્ય 2.18 લાખ કરોડ ડોલર થયું, આ મૂલ્ય હાંસલ કરનારી છઠ્ઠી કંપની

– સ્પેસએક્સે વર્ષમાં 8.7 અબજ ડોલરની જંગી ખોટ કરી હોવા છતાં રોકાણકારોને તેનામા નોંધપાત્ર વિશ્વાસ

ન્યૂયોર્ક : અમેરિકન શેરબજારમાં સ્પેસએક્સનો શેર વોલ સ્ટ્રીટમાં એન્ટ્રી સાથે ૨૩ ટકા ઉછળતા રોકેટ મેકર કંપનીનો સીઇઓ ઇલોન મસ્ક વિશ્વનો સૌપ્રથમ ટ્રિલિયોનર બન્યો છે. સ્પેસએક્સનો શેર ૧૫૦ ડોલર પર ખૂલ્યો હતો અને સતત વધીને અમેરિકન સમય મુજબ બપોરે ૧૨-૨૦ વાગે ૧૬૬.૯૦ ડોલર પર પહોંચતા સ્પેસએક્સનું મૂલ્ય તે ભાવે ૨.૧૮ ટ્રિલિયન ડોલર થયું હતું. 

આ સાથે સ્પેસએક્સ બે ટ્રિલિયન ડોલરથી વધુનું માર્કેટ કેપ નોંધાવનારી વિશ્વની છઠ્ઠી કંપની બની હતી. આ સાથે ફોર્બ્સના અંદાજ  મુજ મસ્કની સંપત્તિ ૧.૧ ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.સ્પેસએક્સનો આઇપીઓ લોન્ચ કરવામાં આવ્યો ત્યારે સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોએ ૫૫.૫૬ કરોડ શેરો પ્રતિ શેર ૧૩૫ ડોલરના ભાવે ખરીદવાની તક ઝડપી લીધી હતી. આના પગલે ૨૦૧૯માં સાઉદી અરામ્કોનો આઇપીઓ આવ્યો ત્યારે સર્જાયેલા ૭૫ અબજ ડોલરના રેકોર્ડને સ્પેસએક્સે સરળતાથી વટાવી દીધો હતો.

મસ્કનું કહેવું છે કે સ્પેસેક્સ લોકો સમક્ષ એટલા માટે આવી કેમકે તેને તેના સેટેલાઇટ અને ડેટા સેન્ટરને સ્પેસમાં મૂકવાની અને મંગળ ગ્રહ પર લોકો માટે કોલોનીઓ સ્થાપવાની મહત્ત્વાકાંક્ષી યોજના માટે નાણાની જરુર હતી. તેણે જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે માનવીઓ ફક્ત એક જ પૃથ્વી પર નહીં પણ સૂર્યમાળાના અનેક ગ્રહ પર જીવે. 

ટેકનોલોજીકલ બ્રેકથુ્રની સાથે વ્યાપક દાવાઓ અને ચૂકી ગયેલી ડેડલાઈનાના લીધે સ્પેસએક્સ જંગી ખોટ કરતું હોવા છતાં પણ મસ્ક ટ્રિલિયોનર બની જશે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી. તેની કંપની સ્પેસમાં ફૂટબોલ સ્ટેડિયમના કદના ડેટા સેન્ટર લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે. સ્પેસેક્સે ૨૦૨૫ અને ૩૧ માર્ચ ૨૦૨૬ની વચ્ચે ૮.૭ અબજ ડોલરની ખોટ નોંધાવી છે. વોલ સ્ટ્રીટના બેન્કરોનું માનવું છે કે કંપનીને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે અને તેથી તેમા મોટાપાાયા પર રોકાણ કરી રહ્યા છે. રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારના જણાવ્યા મુજબ કંપનીના શેરના આઇપીઓનો ભાવ ઓવરવેલ્યુડ છે, કારણ કે સ્પેસએક્સની ટેકનોલોજી  હજી સુધી સાબિત થયેલી નથી અને તેને ખૂબ જ મોટાપાયા પર મૂડીની જરુર છે. તેના અંદાજ મુજબ તેના આઇપીઓનું મૂલ્ય ૭૮૦ અબજ ડોલર જેટલું યોગ્ય છે, જે હાલના બજારમૂલ્યથી અડધું છે. 



Source link

Related Articles

Back to top button