मनोरंजन

‘સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝને બદનામ કરવાનું પ્લેટફોર્મ નથી…’ હાઈકોર્ટે સલમાન ખાનના પાડોશીને ખખડાવ્યો! | bollywood bombay high court orders salman khan neighbour ketan kakkar to delete defamatory posts



Salman Khan Get Relief From High Court: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના પનવેલ ફાર્મહાઉસના પાડોશી કેતન કક્કર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે એક મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે સલમાન ખાનના પાડોશી કેતન કક્કરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અભિનેતા વિરુદ્ધ કરવામાં આવેલી તમામ બદનક્ષીભરી અને વાંધાજનક ટિપ્પણીઓ તાત્કાલિક અસરથી ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, સોશિયલ મીડિયા કોઈ પણ વ્યક્તિને એવી સત્તા નથી આપતું કે તે સંબંધિત સત્તાવાળાઓ પાસે ફરિયાદ નોંધાવવાને બદલે કોઈ સેલિબ્રિટી કે અન્ય નાગરિક વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ શેર કરે. અદાલતે એ પણ નોંધ્યું છે કે જો કેતન કક્કરની આવી કોઈ વિવાદિત કન્ટેન્ટ કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવી હોય, તો સોશિયલ મીડિયા ઇન્ટરમીડિઅરીઝે તેને પ્લેટફોર્મ પરથી હટાવવા માટે જરૂરી પગલાં લેવા પડશે.

આખરે શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કેતન કક્કરે આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને પોતાના પનવેલ ફાર્મહાઉસના નિર્માણ દરમિયાન પર્યાવરણના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. આ સાથે જ કક્કરે એવો પણ દાવો કર્યો હતો કે સલમાન ખાને તેમના ઘર તરફ જતો રસ્તો પણ બ્લોક કરી દીધો છે.

આ પાયાવિહોણા આરોપોના જવાબમાં, સલમાન ખાને વર્ષ 2022માં પ્રોપર્ટી વિવાદને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને યુટ્યુબ પર શેર કરવામાં આવેલા વિવાદિત વીડિયો અને ટ્વીટ્સ વિરુદ્ધ કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો.

જાણીજોઈને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ: સલમાન ખાનના વકીલ

સલમાન ખાને કોર્ટમાં રજૂઆત કરી હતી કે પાડોશી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો અને પોસ્ટ્સ માત્ર તેમની બદનક્ષી કરનારા જ નહોતા, પરંતુ સામાજિક સૌહાર્દ બગાડે તેવા કોમી રીતે ઉશ્કેરણીજનક પણ હતા. કેતન કક્કરમના આરોપો તદ્દન ખોટા, કાલ્પનિક અને ભડકાઉ હતા, જેનો હેતુ કોમી લાગણીઓને ભડકાવવાનો હતો.

સામે પક્ષે એવી દલીલ હતી કે સલમાન ખાન એ સાબિત નથી કરી શક્યા કે કેતન ચોક્કસ વીડિયો ઇન્ટરવ્યૂમાં તેનો એટલે કે સલમાન ખાનનો જ ઉલ્લેખ કરી રહ્યા હતા.

આ દલીલનો સણસણતો જવાબ આપતા સલમાન ખાનના વકીલે જણાવ્યું કે, “કોઈપણ યોગ્ય પુરાવા વિના આ તમામ આરોપો પ્રતિવાદીની માત્ર એક કલ્પના છે. જ્યારે આ એક સામાન્ય પ્રોપર્ટી વિવાદ છે, તો પછી તમે મારા અસીલની અંગત પ્રતિષ્ઠાને કેમ કલંકિત કરી રહ્યા છો? આમાં ધર્મને વચ્ચે લાવવાની શું જરૂર છે? મારા અસીલની માતા હિન્દુ છે, પિતા મુસ્લિમ છે અને તેમના ભાઈઓએ પણ હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કર્યા છે. અમારો પરિવાર તમામ તહેવારો સાથે મળીને ઊજવે છે.”

આ પણ વાંચો: ₹370ની બિરયાની પર શારીરિક સંબંધોની માગ! કૉમેડી શોમાં મહિલાઓ પરની ગંદી ટિપ્પણી મુદ્દે FIR દાખલ!

વર્ક ફ્રન્ટની વાત

ઉલ્લેખનીય છે કે, કાનૂની લડાઈઓ વચ્ચે સુપરસ્ટાર સલમાન ખાન તાજેતરમાં જ વર્ષ 2025માં રિલીઝ થયેલી તેમની સુપરહિટ ફિલ્મ ‘સિકંદર’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા, જેને બોક્સ ઓફિસ પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.



Source link

Related Articles

Back to top button