दुनिया

અમેરિકાના ઓહાયોમાં ફેસ્ટિવલની ઉજવણીમાં ગોળીબાર : 12 ઘાયલ | Shooting at festival celebration in Ohio USA: 12 injured



ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

માસ શૂટિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી : પોલીસનું વ્યાપક સર્ચ ઓપરેશન

ટોલેડો (ઓહાયો): અમેરિકાનાં ઓહાયો રાજ્યનાં ટોલેડોમાં પરંપરાથી યોજાતા ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નામક ઉનાળુ ઉત્સવ દરમિયાન અચાનક વ્યાપક ગોળીબાર શરૂ થતાં ઉત્સવ માણી રહેલાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ચારે તરફ નાસભાગ શરૂ થઈ હતી અને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અચાનક થયેલા ગોળીબારમાં ૧૨ લોકો ઘાયલ થયા હતા.

શનિવારે સાંજે આ વાર્ષિક ઉત્સવ ચાલતો હતો ત્યારે ગીત-સંગીતની રમઝટ ચાલી રહી હતી. સાથે ભવ્ય ભોજન સમારંભ પણ ચાલતો હતો તો કેટલાક આસપાસના વિસ્તારમાં સહેલગાહ કરી રહ્યા હતા તેવામાં એકાએક ગોળીબાર શરૂ થઈ હતી. તેમાં ઓછામાં ઓછા આઠ લોકોને ઇજાઓ થઈ હતી.

ટોલેડોના મેયર બેડે કીઝૂકીવીઝે મીડીયાને આપેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગોળીબારમાં ઘણાને ઇજાઓ થઈ છે. તેમને સારવાર અપાઈ રહી છે. ખરેખર તો તેઓ બચી જ ગયા છે.

ટોલેડો પોલીસ ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ગન શોટ્સનો અવાજ સાંભળતાં જ અમારા અધિકારીઓ તે સ્થળે દોડી પહોંચ્યા હતા અને ઘવાયેલાઓને તુર્ત જ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી. 

તેમને પૂછવામાં આવ્યું કે કેટલાને ઇજાઓ થઈ છે ત્યારે તેમણે કહ્યું કે હજી ચોક્કસ આંક મળી શકાયો નથી પરંતુ અમે આઠ ઇજાગ્રસ્તોને તો હોસ્પિટલમાં મોકલી આવ્યા છે.

આ હુમલો કરનારાને શોધવા પોલીસે જબરજસ્ત કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ હજી ગન ફાયર કરનાર કે કરનારાઓ શોધી શકાયા નથી.

સૌથી મોટો પ્રશ્ન તો સત્તાવાળાઓને તે છે કે આ ગોળીબાર થયો શા માટે હશે ? જ્યારે ઓહાયોના ગવર્નર માઈક દ’વાઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવા ઉત્સવો કુટુમ્બો માટે સલામતીભર્યા રહેવા જોઈએ. મોડેથી મળતા સમાચારો જણાવે છે કે ઇજાગ્રસ્તો પૈકી કેટલાકનાં મૃત્યુ થયાં હોવા સંભવ છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.



Source link

Related Articles

Back to top button