राष्ट्रीय

અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placing fake pizza delivery order



– શનિવાર રાતે અજાણ્યા સ્થળે પિઝાનો નકલી ઓર્ડર મળ્યો હતો

– યુવકનાં પરિવારજનોએ અધિકારીઓને વહેલામાં વહેલી તકે અંશુલનો મૃતદેહ ભારત લાવવાની અપીલ કરી

નવી દિલ્હી: અમેરિકાનાં ફિલાડેલ્ફિયામાં પિઝા ડિલિવરી દરમિયાન એક 28 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પિઝાનો આ ઓર્ડર નકલી હતો. તેલંગણાનો રહેવાસી યુવક અમેરિકામાં વીકએન્ડમાં પાર્ટ ટાઇમ પિઝા ડિલિવરી  એક્ઝિક્યુટીવ તરીકે કાર્ય કરતો હતો. 

તેલંગણાનો રહેવાસી 28 વર્ષીય અંશુલ કુંચાની એમએનસીમાં નોકરી હતી અને વીકએન્ડમાં પિઝાની ડિલિવરી કરતો હતો

મૃતકની ઓળખ અંશુલ કુંચા તરીકે કરવામાં આવી છે. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો અને વધારાની કમાણી માટે વીકએન્ડમાં પિઝા ડિલિવરી એક્ઝિક્યુટીવ તરીકે પાર્ટ ટાઇમ નોકરી કરતો હતો. 

શનિવાર રાતે તેને એક અજાણ્યા સ્થળે પિઝાનો નકલી ઓર્ડર મળ્યો હતો. જ્યારે અંશુલ ત્યાં પહોંચ્યો તો એક અજાણી વ્યકિતએ તેના પર ગોળી બાર કર્યો હતો. જેના કારણે તેના માથામાં અનેક ગોળીઓ વાગી હતી. હુમલાખોર ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. 

અંશુલનાં પરિવારજનોનાં જણાવ્યા અનુસાર તેની સાથે લૂંટફાટ કરવામાં આવી ન હતી જેનાથી હત્યાનાં હેતુ સામે પ્રશ્રો ઉભા થાય છે. હુમલાનાં સમયે તે વિસ્તારમાં પીઠ પર બેગ ભરાવેલા બે માસ્ક પહેરેલા બંદૂકધારી જોવા મળ્યા હતાં. 

તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં અંશુલ સાથે લૂંટફાટ કરવામાં આવી હતી. જેમાં તેની ચેઇન, રોકડ અને ફોન લઇ લેવામાં આવ્યા હતાં. અંશુલની બહેન તન્વીએ આરોપ મૂક્યો છે કે તેને મારવા માટે પિઝા ડિલિવરીની જાળ પાથરવામાં આવી હતી.

પરિવારજનોએ અધિકારીઓને અંશુલનો મૃતદેહ વહેલામાં વહેલી તકે ભારત લાવવાની અપીલ કરી છે. અંશુલ છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં હતો. 

મીડિયા સાથે વાત કરતા અંશુલની બહેન તન્વીએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને અમેરિકા ન મોકલે. અંશુલ પોતે પણ અમેરિકા જવા માંગતો ન હતો પણ અમે તેને મોકલ્યો હતો. આ તમામ માતા-પિતા માટે સંદેશ છે જેઓ પોતાના બાળકોને અમેરિકા મોકલવા અંગે વિચારી રહ્યાં છે. 



Source link

Related Articles

Back to top button